દીવમાં માસ્ક પહેર્યા વગર નજરે પડશે તેને રૂ.૫૦૦નો દંડ: એસપી

કોરોનામુકત બનેલા દીવમાં ફરી સંક્રમણ ન પ્રવેશે તેની તકેદારીના ભાગરૂપે એસપી હરેશ્વર વિશ્વનાથન સ્વામીની તાકીદ

દીવમાં પોલીસ પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, કે કોઇપણ વ્યક્તિ માસક વગર નજરે પડશે તેને રૂ.૫૦૦નો દંડ ફટકારવામાં આવશે.

કોરોના મુકત બનેલા દીવમાં ફરી સંક્રમણ ન પ્રવેશે તેની તકેદારીના ભાગરૂપે એસ. પી. હરેશ્ર્વર વિશ્ર્વનાથન સ્વામીએ પ્રજાજનોને તાકિદ કરી હતી. દીવ જિલ્લો હાલ કોરોના મુક્ત થયો છે. હવે ફરી દીવમાં કોરોના પ્રવેશી ના શકે તે માટે દીવ  પ્રશાસન અને દીવ પોલીસ વિભાગ દ્વારા શક્ય તેટલા દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત દીવ જિલ્લા એસપી હરેશ્વર વિશ્વનાથન સ્વામી એ એક યાદીમાં જણાવ્યું હતું કે હવે કોઈ પણ વ્યક્તિ દીવ ની અંદર જો માસ્ક પહેર્યા વગર નજરે પડશે તો તેની પાસેથી ૫૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે.