Abtak Media Google News

શાંતિનો અર્થ યુધ્ધ નહિ એટલો સીમિત નથી જયાં સુધી વિશ્ર્વમાં ગરીબી, અજ્ઞાનતા, જાતિ-ધર્મ, રંગભેદના ભેદભાવો હશે ત્યાં સુધી માનવજાત સુખચેનથી જીવી નહીં શકે… આપણા દેશને આ વાત અન્ય કોઈ દેશની સરખામણીમાં કદાચ સૌથી વધુ લાગૂ પડે છે !

વિશ્ર્વશાંતિ માટે આપણે ભાગવત સપ્તાહના અસાધારણ સામર્થ્યનો પ્રયાગે કર્યો કળિયુગના અંતિમ તબકકામાં આપણી પૃથ્વી પર અને માનવજાત ઉપર પ્રલય સુધીનાં કેવાં કેવાં સંકટો આવશે એ વિષેની આગાહીનો પણ ખ્યાલ અપાયો… કોરોનાના ઓછાયા વચ્ચે ‘હવે શું’નો લટકતો પ્રશ્ર્ન ! આમ તો આખી દુનિયાને એની સમસ્યાઓ વિષે પૂરેપૂરી જાણ છે.

આજના ભારતમાં અને જગતભરમાં એટલા બધા પ્રચાર માધ્યમો છે અને એની આમપ્રજામાં કે શિક્ષિત સમુદાયમાં એટલી બધી ઉંડી નોંધ લેવાય છે કે, એને લગતી પૂરેપૂરી જાણ આખા જગતને થયા વિના રહે જ નહિ.

સ્વામિ વિવેકાનંદે કેળવણી વિષે સ્પષ્ટ પણે કહ્યું છે કે, જે કેળવણી જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી. જે ચારિત્ર્યબળને ખીલવતી નથી, જે પરોપકાર કરવાની ઉદારતા અને સિંહ સમાન હિંમત આપતી નથી તે શું કેળવણીના નામને લાયક છે ? સાચી કેળવણી તો તે છે જે માનવીને પોતાના પગ ઉપર ઉભો રહેતા શીખવે છે.

જે અભ્યાસથી ઈચ્છાશકિતનો પ્રવાહ અને અભિવ્યકિત નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી.

એક વાત તો નિશ્ર્ચિત છે સાચી છે કે વર્તમાનપત્રો વિનાની દુનિયાની કલ્પના જ આજે તો થઈ શકે તેમ નથી. મુંબઈની લોકલ ટ્રેન અને બસમાં મુસાફરી કરતા આમ આદમીના હાથમાં એકાદ છાપું તો હશે જ.

સમાજ અને રાષ્ટ્ર સાથે આટલી ગાઢ રીતે સંકળાયેલા આ માધ્યમનું શિક્ષણમાં કંઈ ઓછુ મહત્વ નથી. આપણે આજના વિદ્યાર્થીને છેલ્લામાં છેલ્લી શોધોથી, અધતન જ્ઞાનથી પરિચિત રાખવો છે. તેને દેશનો ઉમદા અને જાગૃત નાગરીક બનાવવો છે. તેને દુનિયા સાથે કદમ મિલાવતો રાખવો છે. આ બધુ કયારે શકય બને ? શાળા શિક્ષણમાં પણ વર્તમાન પત્રોનો ઉપયોગ થાય વર્તમાનપત્રોનું વાજમ ભર્યું એટલે બસ, એમ નહી કેટલી શાળામાં તો આચાર્યના ટેબલ પર જ પડયું પડયાં રહેલા હોય છે. વિદ્યાર્થીઓ વર્તમાન પત્રોનું વાચન કરે. તેમનો વિવિધ રીતે ઉપયોગ કરે ત્યારે શાળામાં વર્તમાનપત્રો મંગાવવાનો હેતુ સરે.

વર્તમાનપત્રોનું શિક્ષણિક મૂલ્ય શિક્ષકોને તો કમસે કમ સમજાવવાનું હોય જ નહીહ આમ છતાં નીચેના મુદા વર્તમાનપત્રોનાં શૈક્ષણિક મૂલ્યને વધુ સ્પષ્ટ કરે છે.

વિદ્યાર્થીઓને અધ્યયનની પ્રેરણા આપે, વિદ્યાર્થીઓની દ્રષ્ટિ વિશાળ બને, ઉપયોગી અધતન જ્ઞાનપ્રાપ્તી થાય, આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિકસતા વિજ્ઞાનજગત સાથે તાદાત્મ્ય કેળવાય, ખેલદિલી અને ખૂલદિલીની ભાવનાવિકસે, લલિતકળા પરત્વે અભિમુખતા વિકસે સર્જનાત્મકતા વિકસે, સમાજના સામાજિક આર્થિક પ્રશ્ર્નો પરત્વે સભાન બને નેતૃત્વના ગુણ વિકસે, પર્યાવરણના પ્રશ્ર્નો પરત્વે સંવેદનશીલ બને, તર્કશકિત અને શોધ અભિગમ વિકસે વર્તમાનપત્રોનો ધારીએ તો ભરપટ્ટે ઉપયોગ કરી શકાય. પરંતું ભૂગોળ તો એવો વિષય છે કે જેના અધ્યાયન અધ્યયન માટે વર્તમાનપત્રો અસરકારક અને સમૃધ્ધ માધ્યમ છે. વર્તમાન પત્રોની મદદથી ઉપયોગથી ભૂગોળ શકિતને રસપ્રદ બનાવી શકાય. ભૂગોળના અધ્યાપનમાં વર્તમાનપત્રોનાં ઉપયોગ કરવા. વિવિધ પ્રદેશના લોકજીવનની માહિતી મળે, પ્રાકૃતિક ઘટના સાથે સચોટ વાસ્તવિક સમવાય અનુબંધ જોડી શકાય. બનતી ઘટનાનાં સ્થળોનો તાદેશ ખ્યાલ આપી શકાય. વિવિધ રાષ્ટ્રો વચ્ચે બદલતા સંદર્ભો અને સંબંધોનાં ખ્યાલના આધારે ભૌગોલિક માહિતી આપી શકાય. વિવિધ રાષ્ટ્રો વચ્ચે બદલતા સંદર્ભો અને સંબંધોનાં ખ્યાલના આધારે ભૌગોલિક માહિતી આપી શકાય. આયાત-નિકાસનો ખ્યાલ આપી શકાય., નકશા વાચન, નકશાપૂરણી, આલેખવાચન જેવા કૌશલ્યો કેળવી શકાય. વાતાવરણની માનવજીવન પર થતી અસરો સ્પષ્ટ રીતે સમજાવી શકાય. વિવિધ પ્રોજેકટ હાથ ધરી શકાય. નકશા, ચિત્રો, આલેખો, લેખોનો સીધો જ અભ્યાસક્રમ અને શિક્ષણકાર્યને સમૃધ્ધ અને સચોટ બનાવવા ઉપયોગ કરી શકાય. ચિત્ર માહિતી પોથી પણ માટે કરી શકાય.

આપણે એવી વિદ્યાની જરૂર છે જે દ્વારા ચારિત્ર્યનું ઘડતર થાય, માનસિક સામર્થ્ય વધે, બુધ્ધિનો વિકાસ થાય અને જેનાથી માણસ પોતાના પગ ઉપર ઉભો રહી શકે. આપણે જેની જરૂર છે તે પરદેશીઓનાં દબાણ વિના આપણા વારસાગત જ્ઞાનની જુદી જુદી શાખાઓનો સ્વતંત્રપણે અભ્યાસ અને તેની સાથે સાથે અંગ્રેજી ભાષા તથા પાશ્ર્ચાત્ય વિજ્ઞાનનો પણ અભ્યાસ હુન્નર ઉદ્યોગનું શિક્ષણ તથા જે કાંઈ ઉદ્યોગોને વિકસાવે તે બધાની આપણે જરૂર છે. એથી લોકો નોકરીની શોધ કરવા કરતા ઉદ્યોગમાંથી પોતાના ગુજારા પૂરતું અને સાંજેમાંદે કામ આવે એટલા સારૂ કંઈક બચે એટલુ કમાઈ શકે.

આમ, આપણા દેશને આખા જગતને કેટલી કેટલી જાતની પીડા છે. અને કેટલા પ્રકારની વિલંબ વિના જરૂરત છે. તેની એને જાણ છે.

ભાગવત સપ્તાહની દિવ્યોત્તમ શકિતનો પ્રયોગ થઈ ચૂકયા છે. અને એની ઉપયોગિતાની પ્રતીતિ થઈ ચૂકી છે.

નવતર કેળવણીપ્રથાની અનિવાર્યતા આપણા સમાજની સમીપે આવશે જ એ નિ:સંદેહ છે.

આ દેશે એક મહાન દેશ તરીકે ઉભરવા જોજનો આગળ ધપવાનું છે. કોરોના સામે સવા અબજની મહાશકિત વડે બાથ ભીડવાની છે. એમાં આપણા પુરાણગ્રંથોની તેજસ્વિતા અને ઋષિમૂનિઓની પ્રાર્થનાનું વિશિષ્ટ પાબલ્ય ભળવાનું છે… આપણે સહુએ ઈચ્છેલી સિધ્ધિઓ સંપ્રાપ્ત થવાનો છે, એમ કોણ નહિ માને ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.