Abtak Media Google News

સામગ્રી

  • – ૩ નંગ મોટા બટાકા
  • – તે
  • – ચણાનો લોટ (૧કપ)
  • – ૧ ટેબલ સ્પુન ચોખાનો લોટ
  • – ૧૫ થી ૨૦ કળી લસણની પેસ્ટ
  • – ધાણાજીરુ (જ‚ર મુજબ)
  • – મીઠુ ( સ્વાદ અનુસાર)
  • – હળદર (જ‚ર મુજબ)

રીત :

સૌ પ્રથમ ચણાનો તથા ચોખાનો લોટ ભેગા કરી જ‚રી પાણી ઉમેરી ખીરુ તૈયાર કરવુ ત્યાર બાદ તેમા મીઠુ, ચપટી હળદર નાખી ઢાંકીને રાખવું.

– હવે એક બાઉલમાં બટાકાનો બાફીને છોલીને થોડીવાર ફ્રીઝમાં રાખી મુકવા.

– ત્યાર બાદ લસણ, મીઠુ, ધાણાજી‚ ભેગા કરી થોડુ પાણી સાથે કઠણ ચટણી વાટવી.

– હવે ફ્રીઝમાંથી બટાકા લઇ તેને થોડી જાડી સ્લાઇસ કાપી તેના ઉપર ચટણી પાથરી બીજી સ્લાઇસ મુકીને સેન્ડવિચ તૈયાર કરવા.

– હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકવુ અને તેમાંથી ચમચી તેલ ખીરામાં નાખી ખૂબ હલાવવું.

– દરેક સેન્ડવિચ ખીરામાં બોળી તેલમાં તળવી ત્યાર બાદ પેપર નેપકીન ઉપર મુકવા.

– તૈયાર છે ગરમા ગરમ ભજીયા સેન્ડવિચ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.