Abtak Media Google News

અપુરતી ઉંઘ, નિંદર દરમિયાન નસકોરા, કામ સમયે ઉંઘ આવવી તે અનિંદ્રા હોવાનું મુખ્ય કારણ

કોરોનાનાં પગલે જયારથી લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે લોકોમાં એક ડરનો માહોલ ઉભો થયો છે અને તેઓ વિચારી રહ્યા છે કે, આ પરિસ્થિતિમાંથી કયારે બહાર આવી શકાશે જેના કારણે અનેકવિધ લોકો અનિંદ્રાનો ભોગ બન્યા છે. હાલ કોરોનાનાં કારણે લોકોને ઘણીખરી તકલીફોનો સામનો તો કરવો જ પડી રહ્યો છે પરંતુ તે પૂર્વે પણ લોકો તેમની જીવનશૈલીનાં આધારે અનિંદ્રાનો ભોગ બનતા નજરે પડતા હોય છે. ડોકટરોનું માનવું છે કે, જે કોઈ વ્યકિત અનિંદ્રાથી પીડાતા હોય તો તેઓએ તબીબોની સલાહ લેવી અત્યંત જરૂરી છે. ડોકટરો દ્વારા મળતી વિગતો મુજબ પુરતી ઉંઘ ન આવવી પણ અનિંદ્રાનું કારણ બની શકે છે. જે લોકો ધંધા, ઉધોગ સાથે સંકળાયેલા છે અને જેમની જીવનશૈલી ખુબ જ વ્યસ્ત છે તે લોકો આ અનિંદ્રાનો ભોગ મુખ્યત્વે બનતા હોય છે સાથો સાથ તેમનાં તણાવમાં પણ વધારો જોવા મળે છે. હાલ અનિંદ્રા માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્ર્વનાં અન્ય દેશો માટે પણ ખતરારૂપ સાબિત થઈ રહ્યું છે. અનિંદ્રાનાં કારણે લોકોને અનેકવિધ પ્રકારનાં રોગોનો સામનો કરવો પડી શકે છે જેથી આ સમસ્યાથી પીડાતા લોકોએ તબીબોનું માર્ગદર્શન લેવું જરૂરી બન્યું છે.

નિંદ્રા લેતા સમયે જો કોઈ વ્યકિતને ઉંઘ ન આવે તો તે અનિંદ્રાની તકલીફથી પીડાતા હોય છે જેથી આ પ્રકારનાં લોકોએ તબીબોની સલાહ લેવી એટલી જ આવશ્યક છે. ચાલુ કામ દરમિયાન જો કોઈ લોકોને ઉંઘ આવે તેનાથી પણ અનિંદ્રાની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે અને તે સાઈકલને પણ ડિસ્ટબ કરે છે. જયારે સવારથી રાત સુધીમાં જે લોકો ઉંઘ આવાથી પીડાતા હોય તો તે પણ એક ભાગ છે. આ તમામ સમસ્યાનો ઉકેલ લાવવા માટે લોકોએ તબીબોની સલાહ લેવી અત્યંત જરૂરી છે જેથી આ ગંભીર બિમારીમાંથી લોકો મુકત થઈ શકે. અપુરતી ઉંઘ અને દિવસભર આવતી નિંદ્રા પણ આ અનિંદ્રાનો ભોગ બને છે. વધુમાં જયારે લોકો નિંદ્રા દરમિયાન નસકોરા લેતા હોય તો તે પણ આગામી દિવસો માટે તેમના સ્વાસ્થ્યને અત્યંત હાની પહોંચાડતું હોય છે અને આગામી સમયમાં શ્ર્વાસ લેવામાં પણ તકલીફ ઉદભવિત કરે છે.

એવી જ રીતે જે લોકો સૌથી વધુ નિંદ્રા કરતા હોય તેઓને ઘણી તકલીફનો સામનો પણ કરવો પડે છે. તબીબો દ્વારા સુચવતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે જે લોકો પુરતી ઉંઘ કરી શકે તેમના માટે નિંદર ૭ કલાકથી વધુની ન હોવી જોઈએ અથવા તો તેનાથી ઓછી ન હોવી જોઈએ અને આજ સમયગાળા દરમિયાન તેમની ઉંઘ જો ૯ કલાકથી વધુની થતી હોય તો તેમને અનિંદ્રા સમસ્યાથી પીડાવુ પડે છે. ડોકટરોનાં જણાવ્યા મુજબ આ તમામ ચિહનો છે કે જે અનિંદ્રાનો રોગ હોવાનું સુચવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.