શું તમે શાહજહાંના પિતાનો મોહબ્બતનો મહેલ જોયો છે ?

130
Noor_mahal
Noor_mahal

શાહજહાંએ તેની બેગમ મુમતાઝની યાદમાં તાજમહેલનું નિર્માણ કર્યું હતું આ વાત તો સવ કોઈ જાણે છે, દુનિયાની 8 અજાયબીમાં તાજમહેલને પણ સ્થાન મળ્યું છે પણ શું તમને ખબર છે કે શાહજહાંના પિતા જહાંગીરે પણ પોતાની મોહબ્બત નૂરજહા માટે મહેલ બનાવ્યો હતો, તો ચાલો આપણે તેનો ઈતિહાસ જાણીએ.

કહેવાઈ છે કે મલ્લિકા નૂરજહાનો જન્મ અહી થયો તો જ્યારે તેના પિતા મિર્જા ગ્યારા મુહમ્મદ બેગ ઈરાનથી દિલ્હી જઈ રહ્યા હતા, ત્યારે બેગમનો કાફલો વિશ્રામ માટે રોકાયો હતો ત્યારેજ તેમની બેગમને પ્રસવ પીડા થતાં નૂરજહાનો જન્મ થયો હતો, ઇતિહાસની તમામ પુસ્તકોમાં વર્ણવેલુ છે કે નૂરજહાનો જન્મ દિલ્લીના કાનધારના રસ્તામાં થયો હતો. જે જગ્યા કોહલૂરના નામે ઓળખાતી તેનું નામ બાદશાહ જહાગીરના વિવાહ બાદ નૂરજહાની યાદમાં નૂરમહેલ કરી નાખ્યું હતું .

બાદશાહ નુરજહાની ફરમાઈશ પર સન 1613 માં વિશાળ મહેલ બનાવવામાં આવ્યો હતો, આ મહેલને આજે પણ ‘નૂરમહેલ કી સરાઈ’ના નામે ઓળખવામાં આવે છે. એક સમયમાં સરાયમાં મસ્જિદ, રંગમહેલ, ડાક બાંગ્લા પણ હતા.

Loading...