Abtak Media Google News
  • રજવાડી ગ્રીન ઉધીયું

– સુરતી પાપડી બસો ગ્રામ

– તુવેરના દાણાં સો ગ્રામ

– વટાણાં સો ગ્રામ

– બટાકા બસો ગ્રામ

– શક્કરીય બસો ગ્રામ

– રતાળુ પચાસ ગ્રામ

– રીંગણા પચાસ ગ્રામ

– ટામેટા પચાસ ગ્રામ

– જામફળ સો ગ્રામ

– મેથીની ભાજી સો ગ્રામ

– જામફળ સો ગ્રામ

– મેથીની ભાજી સો ગ્રામ

– કાચુ કેળુ એક નંગ

– લીલુ લસણ પચાસ ગ્રામ

– મેથીની ભાજી સો ગ્રામ

– કાચુ કેળુ એક નંગ

– લીલુ લસણ પચાસ ગ્રામ

– મરચા પાંચ નંગ

– લીલા કોપરાનું છીણ સો ગ્રામ

– તલ ચાર ચમચી

 

અજમો બે ચમચી

– વરિયાળી એક ચમચી

– હીંગ એક ચમચી

– લાલ મરચું બે ચમચી

– શીંગદાણાનો ભુકો પચાસ ગ્રામ

– વાટેલું જીરુ બે ચમચી

– ચણાનો લોટ પચાસ ગ્રામ

– મેંદો પચાસ ગ્રામ

– કોપરાનું છીણ પચીસ ગ્રામ

– ઝીણી સેવ સો ગ્રામ

 

  • રીત :

સૌથી પહેલા મેંદો સોજી બન્ને ભેગા કરીને તેમાં મીઠું અને મોણ નાંખી લોટ બાંધવો પછી તેના મોલ્ડ તૈયાર કરી તેને તળી લો. તુવેર અને વાલના દાણાં જરા તેલ અને પાણી નાંખી બાફી લો.

રતાળુને ઝીણાં ઝીણાં ફટકા કરી તળી લેવા તેની ઉપર સંચળ ચાટ મસાલો અને મીઠું નાખી દો પછી તપેલામાં પાણી મૂકી રીંગ મુકો તેની ઉપર ચાળણી મુકો તેની ઉપર સફેદ કાપડ પાથરી તેમાં બટાકા, શક્કરિયા, કટકા, વટાણાં, સુરતી પાપડી, મુકી કાપડનો કટકો બંધ કરી બાંફી દો. પછી ચણાનો લોટ, ઘઉંનો કકરો લોટ, મેથીની ભાજી, લીલા મરચાની પેસ્ટ કણક બાંધી એકદમ નાના-નાના બોલ બનાવી તળી લો. હવે રીંગણના મોટા કટકા કરો પછી તાંસળામાં તેલ મૂકી અજમો નાખી તે તતડી જાય એટલે તેમાં હિંગ નાખી રીંગણના કટકા નાખો પછી દસ મિનિટ સિજાવા દો.

ત્યાર બાદ તેમાં બટાકા, શક્કરીયા, વટાણા, તુવેરના દાણાં, વાલના દાણાં અને સુરતી પાપડી અને લસણ-મરચાની પેસ્ટ નાખો, વાટેલા શીંગદાણા અને વરિયાળી કોપરાનું છીણ નાખો બાદમાં સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો, ખાંડ, લીબુંનો રસ, લાલ મરચું નાખી બરાબરક મિક્સ કરો હવે તેમાં જામફળમાં કટકા, ટામેટાના કટકા, કેળાનાં કટકા નાંખી બધુ હલાવી લો. ઉપરથી કોથમીર અને લીલા કોપરાનું છીણ નાખી હલાવી લો તૈયાર છે રજવાડી ગ્રીન ઉંધીયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.