Abtak Media Google News

શું તમે  ક્યારેય વિચાર્યું છે કે પ્લૅન મોટા ભાગે વ્હાઇટ કલરના જ શા માટે હોય છે? બીજા કલરના પ્લૅન પણ આપણને જોવા તો મળે જ છે, મોટા ભાગના કોમર્શિયલ એરલાઇન પ્લૅન વ્હાઇટ કલરના જ હોય છે. તો એના પાછળ હકીકતમાં એક નહીં પણ ઘણા કારણો છે. તો થોડા કારણો ને આપણે વૈજ્ઞાનિક કારણો કહી શકીશું અને થોડા કારણો છે જે વૈજ્ઞાનિક તો નથી પણ એરલાઇન કંપનીઑને ફાયદાકારક છે એવું કહી શકાય.Aeroplane 04

પહેલું વૈજ્ઞાનિક કારણ એ છે કે થર્મલ એડવાંટેજ. આપણે જ્યારે ગરમીના વાતાવરણમાં બહાર જઈએ છીએ ત્યારે આપણે સફેદ રંગના કપડાં પહેરીએ છીએ, તેનું મુખ્ય કારણ એ છે કે સફેદ કલર અત્યંત પ્રતિબિંબિત હોય છે મતલબ કે તેના પર પડતાં ૯૯% કિરણોને એ પ્રતિબિંબિત કરી દે છે. તેના લીધે એવું બને છે કે સૂર્ય કિરણો કે જેમાં ઇન્ફ્રારેડ કિરણો હોય છે જે ગરમી ઉત્પન્ન કરે છે તેને એ પ્રતિબિંબિત થઈને જતાં રહે છે અને પ્લૅન ગરમીથી તપતું નથી.Ordinary Living Room Luxury 11 Etihad Airbus A380 First Class London To Abu Dhabi The

આ ખૂબ જ અગત્યનું હોય છે કારણ કે, કેમ જો પ્લૅનની ગરમીને લીધે ઉપર હવામાં હોય અથવા તો નીચે રનવે પર હોય ત્યારે તાપવા લાગે ત્યારે ત્યારે મુસાફરોને તકલીફ પડી શકે છે. સફેબ રંગના લીધે જો પ્લૅનમાં કોઈ ભાંગતુટ થઈ હોય તો પણ એ સહેલાઈ થી જોઈ શકાય છે અને આનાથી પ્લૅનનું નિરીક્ષણ કરવું એકદમ સરળ થઈ જાય છે જે મુસાફરોની સુરક્ષાને બનાવી રાખે છે.

સફેદ રંગ ખૂબ પ્રતિબિંબિત હોય છે તો પ્લૅનને શોધવામાં સરળતા રહે છે. જ્યારે કોઈપણ અકસ્માત સમયે પ્લૅન દુર્ઘટનાગ્રસ્ત થાય તો પ્લૅનને સફેદ રંગને લીધે શોધવામાં સરળતા રહે છે, ખાસ કરીને રાતના સમયે શોધવામાં આસાની રહે છે. જો પ્લૅન કોઈ સમુદ્રમાં પણ દુર્ઘટનાગ્રસ્ત થયું હોય તો પણ તેને શોધવામાં ખૂબ જ સરળતા રહે છે.’

બીજું કારણ એ પણ છે કે વ્હાઇટ કલરના પ્લૅનની રિસેલ વેલ્યુ પણ કલર પ્લૅન કરતાં વધારે હોય છે. જેમ આપણે ઉપર જોયું કે અમુક વૈજ્ઞાનિક કારણોને લીધે વ્હાઇટ કલર રાખવામા આવે છે તો પ્લૅનની ખરીદી કરતી વખતે પણ કોઈ કંપની કલર પ્લૅન ખરીદે છે તો તેને ફરી વ્હાઇટ કલર કરવો પડશે અને તેણે વધારાનો ખર્ચ કરવો પડશે એટલે તે પ્લૅન ઓછી કિમતે ખરીદશે. તો સફેદ કલરમાં કોઈ ગેરલાભ નથી પરંતુ જેટલા પણ જે બધા લાભ જ છે. એટલા માટે પ્લૅનમાં મોટા ભાગે સફેદ કલર રાખવામા આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.