તમે ક્યારેય હસતું પ્રાણી જોયું છે? જોઈ લ્યો આ પ્રાણીના ફોટો, તમે પણ થઈ જશો ખુશખુશાલ

દુનિયાના ખૂંખાર જાનવરોને તો બધા લોકો ઓળખતા જ હોય છે કે તે કેટલા ખતરનાક છે પરંતુ કેટલાક વન્યજીવો એટલા માસૂમ દેખાતા હોય છે કે જેને જોવાથી દિવસ ખુશખુશાલ થઈ જાય છે તો જાણીએ માસૂમ દેખાતાં પ્રાણી વિશે.

તે માસૂમ પ્રાણીનું નામ કવોકા છે જે પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના દલદલી ક્ષેત્ર અને જંગલી વિસ્તારોમાં પણ જોવા મળે છે.કવોકાને દુનિયાનું ખુશ પ્રાણી માનવામાં આવે છે.

કવોકાના ચેહરાને જોતા એવો લાગે કે તે હસી રહ્યો છે પરંતુ તેના ચેહરાની બનાવટ જ એવી છે કે સ્મિત કરતું હોય તેવો આભાસ થાય છે.

કવોકાને કાંગારુંની પ્રજાતિ માનવામાં આવે છે.તેનું કદ બિલાડી જેવડું હોય છે.


કવોકા પોતાની સ્માઈલનાં કારણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે.કવોકાએ સેલ્ફી ફ્રેન્ડલી એનીમેલ તરીકે ખૂબ જ લોકપ્રિયતા પામી છે તમે નીચેના ફોટામાં પ્રવાસી સાથે સેલ્ફી લેતા જોઈ શકો છો.

કવોકા પરિવાર પ્રેમી હોય છે તેઓ હમેશાં એક સાથે રહેવાનું પસંદ કરે છે.

Loading...