Abtak Media Google News

શું તમે ક્યારેય આઇસ એન્ડ સ્નો ફેસ્ટિવલ વિષે સાભળીયુ છે.આ ફેસ્ટિવલ છેલ્લા 35 વર્ષથી ચીનમાં મનાવાય છે.દર વર્ષે વિશ્વમાંથી લાખોની સંખ્યામાં લોકો અહી આ ફેસ્ટિવલમાં આવે છે.આ ફેસ્ટિવલ ચીન ના હર્બિન શહેર માં મનાવવામાં આવે છે. શિયાળો આવતાની સાથે અહિયાં પર્યટકો આવવા લાગે છે.

A Dreaming Snow Maiden At Sun Island Art Exhibition 1

જેમ ઠંડી આવે, ચાઇનાનો હીલોંગજિઆંગ પ્રાંત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. લાખો લોકો અહીં આવવાનું શરૂ કરે છે આખું શહેર એક મેળામાં ફેરવાય જાય  છે. આનું કારણ વિશ્વની સૌથી મોટો હર્બિન ઇન્ટરનેશનલ આઇસ અને સ્નો ફેસ્ટિવલ યોજાય છે.

Harbin1

આ ફેસ્ટિવલમાં ચાર અલગ અલગ થીમો રાખવામાં આવી છે. ફેસ્ટિવલ આ વર્ષે 5 જાન્યુઆરીએ શરૂ થયો છે અને ફેબ્રુઆરીના અંત સુધી ચાલશે. ગયા વર્ષે, આ ફેસ્ટિવલની મુલાકાત લેનારા 1.8 મિલિયન પર્યટકો હતા. આ ફેસ્ટિવલની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તેમાંના તમામ શિલ્પો બરફથી બનેલા હોય છે. બરફ તોડીને પણ સ્વિમિંગ પુલ બનાવવામાં આવે છે.

Harbin Winter Activities 755832

ફેસ્ટિવલ ચાર થીમ પાર્ક બનાવવામાં આવ્યા છે. આ થીમ પાર્કને જોવા માટે વિશ્વભરના પ્રવાસીઓ આવે છે. આ થીમ પાર્ક સન આઇલેન્ડ ઇન્ટરનેશનલ સ્નો સ્કલ્પચર આર્ટ એક્સ્પો, હર્બીન આઈસ અને સ્નો વર્લ્ડ, હર્બીન વાંદા આઈસ ફાનસ વર્લ્ડ અને ઝોલિન પાર્ક આઇસ ફાનસ ફેર છે.

Hrb2

ફેસ્ટિવલની વેબસાઇટ અનુસાર, આ વખતે 750,000 ચોરસ મીટર વિસ્તારમાં આ તહેવાર થઈ રહ્યો છે. આ સાથે, આ ફેસ્ટિવલમાં વિશાળતા અંદાજી શકાય છે. આઇસ એન્ડ સ્નો ફેસ્ટિવલ માં રેસ્ટોરેંટ પણ બર્ફ માથી બનાવવામાં આવે છે અહિયાં પર્યટકો ખાવાની મોજ માણી શેકે છે.અને બર્ફ ને તોડીને વિવિધ મુર્તિઓ બનાવવામાં આવે છે.

Ice And Snow Festival 3

એવું નથી કે ચાઇનામાં આવા તહેવાર થાય છે પરંતુ તે વિશ્વનું સૌથી મોટો તહેવાર છે. જાપાનમાં પણ એક જ પ્રકારનો તહેવાર ઉજવાય છે. તે સ્પેરો સ્નો ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત, કૅનેડામાં પણ આ પ્રકારનો તહેવારો ઉજવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.