Abtak Media Google News

શિયાળાની ઋતુમાં જમવાની મજા જ અલગ હોય છે ભુખ પણ ઉઘળે છે તો શાકભાજી પણ તાજા અને સરસ મળે છે. શિયાળામાં અવનવુ ખાવાની મજા જ અલગ છે. માટે જ આજે તમારા માટે લાવી રહ્યા છીએ સરસ મજાની રેસિપિ ગ્રીન ગાર્લિક કરી તો જટપટ નોંધી લો તમે પણ….

સામગ્રી :

– ૨ દડા સુકું લસણ,

– ૫૦ ગ્રામ લીલું લસણ.

– મોળું દહીં- ૦૧૧૧ વાડકી,

– ૦૧૧ કોર્ન ફ્લોર

– ૧ કાંદો, ૫૦ ગ્રામ- કોથમીર, ૨ લીલા મરચાં,

– કટકો આદુ, મીઠું, ચપટી હળદર, ૧ ટેબલ સ્પુન, ખમણેલું કોપરુ,

લાલ મરચું, ૦૧૧ ખસખસ, ૧ ટી સ્પુન ધાણા, ૦૧૧ જીરું

– ૨ ટુકડા તજ, ૩ લવિંગ, ૩ નંગ મરી.

– ૨ ટી સ્પુન તેલ, ૧ ઘી,

રીત :

૧ ટી સ્પુન તેલ ગરમ મુકી ધાણા. જીરું, લાલ મરચું, ખસખસ શેકવા. સામગ્રી નં.૩માં સૂચવેલી અન્ય વસ્તુઓ તેમાં ભેગી કરી વાટીને સુંવાળો પલ્પ બનાવવો.

– તજ, લવિંગ, મરીને ખાંડીને ઝીણો ભુકો કરવો, લીલું લસણ સાફ કરી બારીક સમારવું. સુકું લસણ છોલી અધકચરુ ખાંડવુ, ઘી ગરમ કરી તેમાં બંને લસણ ભેળવવા.

– બાકીનું તેલ ગરમ મૂકી વાટેલો મસાલો સાંતળવો. દહીં કોર્નફ્લોર ભેગા કરી સંચો ફેરવી ૦૧૧ વાડકી પાણી નાખવું, વાટેલાં મસાલામાં ઉમેરવુ,

– બરાબર હલાવતા રહી મીઠું, હળદરના તથા ગરમ મસાલો નાંખી ઉતારી લેવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.