Abtak Media Google News

સુચિત સોસાયટીમાં મકાન મફતના ભાવે પડાવવા લુખ્ખાઓના ધમપછાડા: પોલીસ કમિશનર કચેરીએ ધસી આવેલા ટોળાએ રક્ષણ આપવાની માંગ સાથે નાખ્યા ધામા

શહેરના યુનિવર્સિટી રોડ પર કીડની હોસ્પિટલ પાસે આવેલ રાધેક્રિષ્ના સુચિત સોસાયટી મફતના ભાવે પડાવી લેવા કોંગ્રી કોર્પોરેટરના માાભારે ભાઈએ લુખ્ખાઓ અને આવારા તત્ત્વોને મોકલીને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાના આક્ષેપ સાથે સોસાયટીના રહીશો પોલીસ કમિશનર કચેરીએ દોડી ગયા હતા અને ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવેલા રાધેક્રિષ્ના સોસાયટીના રહીશોને પોલીસ રક્ષણ નહીં મળે ત્યાં સુધી પોલીસ કમિશનર કચેરીથી પરત પોતાના ઘરે નહીં જાય તેવા નિર્ધાર સો પોલીસ કમિશનર કચેરીએ ધામા નાખ્યા છે.

આ અંગેની વિગત મુજબ રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા લત્તાવાસીઓનું ટોળુ આજે સવારે પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવ્યું હતું અને લેખિતમાં રજૂઆત કરી હતી કે કેટલાક લુખ્ખા તત્ત્વો દ્વારા તેઓની સોસાયટીમાં દારૂ ની મહેફીલ કરી જાહેરમાં ગાળાગાળી કરી લોકોને ત્રાસ આપતા હોવાનો અને કેટલાક શખ્સો દ્વારા બિલ્ડર પાસેી મોટી રકમ લઈ આ સુચિત સોસાયટીના મકાન ખાલી કરવાનો હવાલો લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ અંગે લત્તાવાસીઓએ અગાઉ યુનિવર્સિટી પોલીસમાં રજૂઆત કરી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા પોલીસ દ્વારા વહીવટ કર્યો હોવાનો લત્તાવાસીઓએ આક્ષેપ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ટોળાએ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને લેખીતમાં રજૂઆત કરી સતવારે પગલા લેવાની માંગણી કરી છે.

રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેવાસી શીત્તલબા ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં આવારા તત્ત્વો એમ. જે. હોસ્ટેલવાળા આવીને સોસાયટીમાં આતંક મચાવે છે જેમાં પાંચ મહિલાઓ આખો દિવસ લોકોને ત્રાસ અને ગાળો આપે છે. રાત્રે પણ મોડે સુધી ધમાલ કરે છે તે મહિલાઓ સોસાયટીમાં ધોકા લઈને બેસતા હોવાથી મહિલાઓ, બાળકો કે વૃદ્ધો ઘરની બહાર નીકળી શકતા ની જેથી અમે લોકો કમિશનર કચેરીએ અરજી કરી હોવાનું જણાવી આવારા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. રાધેક્રિષ્ના સોસાયટી સુચિતમાં આવતી હોવાથી આવારા તત્ત્વોને આ સોસાયટીની જમીન લઈ લેવા માટે ત્રાસ આપે છે. આ બધાની ઉપર મયુરસિંહ જાડેજા નામની વ્યક્તિ છે જે બધાને પૈસા આપીને લુખ્ખાઓને મોકલી રાધેક્રિષ્ના સોસાયટીના રહીશોને હેરાન કરાવતો હોવાની રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગણી કરી છે.

રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા રવિ જેઠવાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં એમ.જે. હોસ્ટેલ વાળાઓ છેલ્લા બે મહિનાથી ત્રાસ આપે છે. એની સામે અમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બે વાર ફરિયાદ કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. તેમજ કમિશનર કચેરી પણ આવેદન પત્ર આપ્યું હતું છતાં કોઈ કાર્યવાહી કરી નથી. એટલે સામૂહિક રીતે અમે કમિશનર કચેરીએ રજૂઆત કરી છે. જો આ સમસ્યાનો હલ ન થાય ત્યાં સુધી અમે અહીં જ રહેવાના છે. એમ.જે.હોસ્ટેલ વાળા ભૂરો કરીને વ્યક્તિ દ્વારા સોસાયટીમાં ત્રાસ આપવામાં આવે છે. જેને લઈને અમો ૧૦૦ નંબર પર પણ ફોન કર્યો પરંતુ પોલીસ આવી નથી. ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.