Abtak Media Google News

ગર્વનીંગ બોડીના સભ્યો, નિમંત્રિતો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છનાં ચેપ્ટર્સ ચેરમેન્સની વરણી કરાઈ

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલની સને ૨૦૧૯/૨૦નાં વર્ષ માટે ચુંટાયેલી ગવર્નીગ બોડીની મીટીંગ તાજેતરમાં મળેલ હતી. આ મીટીંગમાં ૨૦૧૯-૨૦નાં વર્ષનાં હોદેદારોની ચુંટણી કરવામાં આવતા પ્રમુખપદે હસુભાઈ દવે (પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય મઝદૂર સંઘ તથા વાઈસ ચેરમેન, મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ, અમદાવાદ), ઉપપ્રમુખપદે મૌલેશભાઈ ઉકાણી (મેનેજીંગ ડીરેકટર, બાન લેબ્સ (પ્રા.) લી. રાજકોટ) તથા ડી.જી.પંચમીયા (ઈન્ડસ્ટ્રીઅલ સેફટી ક્ધસલ્ટન્ટ રાજકોટ), માનદમંત્રીપદે મનહરભાઈ મજીઠીયા (એડવોકેટ, મજીઠીયા એસોસીયેટસ), કોષાધ્યક્ષ તરીકે રામભાઈ બચ્છા (અશોક મેટલ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ) તથા ટ્રેનીંગ પ્રોગ્રામ કમિટીનાં ચેરમેનપદે દીપકભાઈ સચદે ચુંટાઈ આવ્યા હતા.

કાઉન્સીલની સને ૨૦૧૯-૨૦નાં વર્ષની ગવર્નીંગ બોડીના સભ્યો તરીકે હિરાભાઈ માણેક (પૂર્વ પ્રમુખ-રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ), નિશીતભાઈ રાડીયા, રજત ડે, પરેશભાઈ ટાંક, રામજીભાઈ શિયાણી, ઘનશ્યામ ભાઈ ઢોલરીયા, ડો.નિમેષ રાજપુત, જે.આર.કીકાણી, ડી.આર. ઠાકર, કે.એચ.વોરા, વિરેન્દ્રભાઈ કામલીયા, સોનલબેન ગોહેલ, ડો.જયોતિન્દ્ર જાની, ડો.હિતેષ શુકલ, ડી.એસ. પ્રજાપતી, એચ.એસ. પટેલ, ડો.પી.પી.કોટક તથા ડો.સી.એચ. વિઠલાણી ચુંટાયેલ હતા.

નિમંત્રિત સભ્યો તરીકે વાલજીભાઈ ચાવડા, એન.એમ. ધારાણી, સહદેવસિંહ જાડેજા, ભરતભાઈ દુદકીયા, કુ.વૈશાલીબેન પારેખ તથા તન્વી એ.ગાદોયાની પસંદગી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત કાઉન્સીલના જુદા જુદા ચેપ્ટરનાં ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ, ગાંધીધામ ધવલ રાયચુરા, પોરબંદર અશોકભાઈ શાહ, સુરેન્દ્રનગર ડો.અનિલ કામલીયા, વેરાવળ તેમજ ભીમજીભાઈ ભાલોડીયા, મોરબીની પસંદગી કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.