Abtak Media Google News

નર્મદા ડેમની સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી: ડેમમાં ૩૦,૦૦૦ કયુસેક પાણીની આવક

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં એક વર્ષ ચાલે તેટલા પાણીનો જથ્થો સંગ્રહ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. ગુજરાતને સિંચાઈ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો નર્મદા ડેમમાં સંગ્રહિત થઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાર્ટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઈ છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ડેમના કેચમેન્ટ એરીયામાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યાં છે. નર્મદા ડેમમાં ૩૦,૦૦૦ કયુસેક પાણીની આવક પણ થઈ રહી છે. ગુજરાતને સિંચાઈ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં થઈ ગયો હોવાનું જાણવા મળે છે.

નર્મદા ડેમમાં સતત પાણીની આવકના પગલે ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. હાલ નર્મદા ડેમમાં ૫૦૦.૫૬ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ચાર દિવસમાં ૫ મીટર જેટલો વધારો થયો છે. ગુજરાત પરી જળસંકટ દૂર થતાં સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.