Abtak Media Google News

સરકારે રાફેલ અંગે આપેલા જવાબો જુઠ્ઠા: આનંદ શર્મા

મોદી સરકાર ઉપર રાફેલ અંગે પ્રેસર બનાવી રાખતા કોંગ્રેસે રવિવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને તત્કાલ યાદ કરવાની માંગ કરી હતી અને મોદી સરકારને ખોટા બયાન અને અદાલતના તિરસ્કાર માટે નોટિસ ફટકારવાનો દાવો કર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય શુન્ય હતો અને સુપ્રીમ કોર્ટના રાફેલ અંગે કેન્દ્રએ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસના નેતા આનંદ શર્મા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સરકાર સંસદના બન્ને પક્ષના વિશેષાધિકારનું ઉલ્લંઘન કરવા માટે દોષી છે. તેમણે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે, સરકારે તપ કરવાને બદલે પવિત્ર નદી ગંગામાં ડુબકી મારવી જોઈએ.

મોદી શાસન વિરુધ્ધમાં પ્રહારો કરતા કોંગી નેતાએ કહ્યું કે, મોદી સરકારે અદાલત સામે ખોટા સબુતો પ્રસ્તુત કરવાની સાથે સંસદના નિયમોનો પણ ભંગ કર્યો છે. કોંગ્રેસની માંગ હતી કે, આ અંગે મોદી સરકારને નોટિસ મળવી જોઈએ. અદાલતે ગંભીર ધ્યાન રાખવું જોઈએ કે, તેના નિયમોનું ઉલ્લંઘન ન થાય. ત્યારે રાહુલ ગાંધીએ ઉપર આરોપો મુકયા હતા અને કહ્યું હતું કે, રાફેલ ડીલ સુરક્ષા અને સંવેદનશીલ મુદ્દો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.