Abtak Media Google News

નખને સુંદર બનાવવા છોકરીઓ અલગ-અલગ નેલપોલિશ લગાવતી હોય છે તેમજ મોઘીંદાટ નેઇલપેન્ટ ખરીદી કરતી હોય છે તો અમુક છોકરીઓ પાસે એટલી નેલપેન્ટ હોય છે કે તેનો ઉપયોગ કરતા પહેલા જ સુકાઇ જતી હોય છે. જેને હંમેશા બેકાર સમજી આપણે ફેંકી દેતા હોઇએ છીએ તો આ ટ્રીક તમારી સુકાયેલી નેલપોલિશ મળે બેસ્ટ છે.

– ચાવીઓને ઓળખવા માટે નેલપોલિશનો તમે ઉપયોગ કરી શકો છો. ઘણી વખત ચાવી ગોતવામાં મુશ્કેલી થતી હોય છે તેના માટે તેની ઉપર નેલપોલિશ લગાડી દો.

કવર ચોટાડવા માટે .

– જરુરી પેપરને જ્યારે કવરમાં રાખવા પડે અને ગુંદ મળતું ન હોય ત્યારેતમે નેલ પોલિશનો ઉપયોગ તત્કાણમાં કરી શકો છો. જેમાં કવર ચોટાડવામાં આસાની રહેશે.

સોઇ પોરવવા માટે.

– સોઇના કાણામાં ઘણી વખત દોરો પરોવામાં તકલીફ થતી હોય છે ત્યારે તેને શરણ બનાવવા દોરામાં નેલપોલિશ લગાડી બે મિનિટ સુકાવા દો. ત્યાર બાદ તેને પોરવશો તો આસાની થશે.

કપડામાં દાઘ છુપાવવાં માટે

– ઘણી વખત કપડામાં દાગ થઇ જતાં હોય છે જેને છુપાવવાં માટે તમે મેચીંગ નેલપોલિશનો ઉપયોગ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.