Abtak Media Google News

વિશ્વ હિન્દુ પરિષદ અને મોદી સરકાર રણશિંગુ ફૂૂંકવાની તૈયારીમાં

બાબરી મસ્જીદ ઘ્વંજ અને અયોઘ્યામાં રામજન્મ ભૂમિ મંદિરના નિર્માણનો મામલો દેશને કયાં લઇ જશે, એવો સવાલ લાંબા વખતથી ભારતનાં રાજકીય ધાર્મિક ક્ષેત્રે ધુંધવાતો રહ્યો છે.

ભાજપના સીનીયર નેતા શ્રી એલ.કે. અડવાણીએ આ અતિ સ્ફોટસ મુદ્દે સોમનાથ-અયોઘ્યા રથયાત્રા આરંભી તે વખતથી હજુ સુધી આ મામલે હિન્દુ-મુસ્લીમ અગ્રણીઓ વચ્ચે જબરો વિવાદ ચાલી રહ્યો છે. અને આ મામલે કાયદાકીય અને રાજકીય જંગ ચાલી રહ્યો છે. એક તબકકે તો શ્રી અડવાણીની ધરપકડ કરવામાં આવી હતી.

લોકસભાની એકથી વધુ ચૂંટણીઓમાં આ બાબતને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરાઇ ચૂકી છે.

એવી કડવી ટકોર થઇ રહી છે કે,, જયારે ચૂંટણીઓ આવે છે ત્યારે ભાજપ એનો આશરો લેતો રહ્યો છે.

નવાઇની વાત તો એ છે કે, કેન્દ્રમાં પૂરા પાંચ વર્ષ સુધી શ્રી વાજપેયીના નેતૃત્વ હેઠળ ભાજપ પ્રેરિત સરકાર રહી તો પણ મંદિર નિર્માણનાં વચનને લટકતું જ રખાયું હતું !

લોકસભાની હમણાની ચૂંટણીના પ્રચાર વખતે વડાપ્રધાનશ્રી મોદી અયોઘ્યા ગયા હતા. જો કે તેમણે મંદીર નિર્માણના મુદ્દે કશું નહિ કહ્યાનું બહાર આવ્યું હતું.

હવે વિશ્વ હિન્દુ પરિષદે મંદિર નિર્માણ મુદ્દે પુન: હલચલ આરંભી છે.

આ અંગેનો અહેવાલ દર્શાવે છે કે વિશ્વ હિન્દુ પરિષદે ફરીથી અયોઘ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર બનાવવાની તૈયારીઓનો પૂરજોશમાં પ્રારંભ કર્યા છે. જેના ભાગરુપે  હિન્દુ પરિષદના કેન્દ્રીય વિશ્વ આગેવાનોની બેઠક આજે અયોઘ્યામાં મળનારી છે. જેમાં અયોઘ્યામાં રામમંદીર બનાવવાનું આયોજન બનાવવા ઉપરાંત ચાલુ માસમાં હરિદ્વારમાં મળનારી માર્ગદર્શક મંડળની બેઠકને તૈયારીઓ અંગેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવનારી છે. અયોઘ્યાના મણીરામ છાવણી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના ૧પ૦ જેટલા રાષ્ટ્રીય આગેવાનોની એક બેઠક યોજાનારી છે. રામ જન્મભૂમિ ન્યારાના અઘ્યક્ષ મહંત નિત્ય ગોપાલદાસની આગેવાનીમાં યોજાનારી આ બેઠકમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ ચંપતરાય અને રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્રસિંહ પંકજ સહિતના રાષ્ટ્રીય આગેવાનો ઉ૫સ્થિત રહેશે. આ બેઠકમાં અયોઘ્યામાં રામ જન્મભૂમિ સ્થાને રામમંદીર બનાવવા માટે નવી મોદી સરકાર પર દબાણ લાવવા મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે આ રાષ્ટ્રીય આગેવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા મઘ્યસ્થતા દ્વારા આ વિવાદીત કેસના ઉકેલ લાવવાના મુદ્દે પણ ચર્ચા વિચારણા કરનારા હોવાનું જાણવા મળ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શક મંડળની એક બેઠક આગામી ૧૯ અને ર૦ જુને હરિદ્વારમાં મળનારી છે તે પહેલા મોદી સરકાર પર દબાણ લાવવા માટે આજની બેઠકમાં પૂર્વ આયોજન ઘડી કાઢવામાં આવશે તેમ વિશ્ર્વ હિન્દુ પરીષદના સુત્રોએ જણાવ્યું હતું આ સૂત્રોના જણાવ્યા અનુસાર તા. ૧૯-૨૦ ની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદમાં અયોઘ્યામાં રામમંદીર બનાવવાની તારીખોની જાહેરાત કરવા સહિતના અનેક મોટા નિર્ણયો લઇ શકે છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ શુક્રવારે મણીરામ છાવણી મંદીરની મુલાકાત લેનારા છે.

રામજન્મભુમિ ન્યાસ સમીતીના અઘ્યક્ષ મહંત નિત્ય ગોપાલદાસના ૮૧માં જન્મદિન નિમિતે યોજાયેલા વિવિધ કાર્યક્રમોની પુર્ણાહુતિ ૧પમી જુને થનારી છે. તે પહેલા યોગી આદિત્યનાથ આ ઉજવણી કાર્યક્રમોમાં ભાગ લેનારા છે. આ કાર્યક્રમના ભાગરુપે અયોઘ્યામાં વિરાટ સંત સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી અડવાણીની રથયાત્રા વખતે વિહિપ – ભાજપે ઘડેલી વ્યુહબાજી હેઠળ એવી સંભાવના વ્યકત કરવામાં આવી હતી કે, રામમંદીરના બાંધકામની શરુઆતમાં લોહીયાળ અથડામણો થશે. પરંતુ વિહિપ-ભાજપ મંદીરના સ્થળ અંગે કશી જ બાંધછોડ નહિ કરે અને સરકારના મરણિયા પ્રયાસોનો સામનો કરશે અને મંદીર બાંધવાની પરવાનગી આપવાની માગણીને વળગી રહેશે.

જો કે રામમંદીર અને બાબરી મસ્જિદ વચ્ચેનો વિખવાદ નવો નથી. રામજન્મભૂમિને મુકત કરવા માટે છેલ્લી પાંચ સદીઓથી રામભકતો સંઘર્ષ વેઠી રહ્યા છે. ઇ.સ. ૧૫૨૭ માં મોગલ શહેનશાહ બાબતે ત્યાં મસ્જીદ બનાવી. તે સમયેથી ૧૯૧૪ સુધીના ગાળામાં ૭૬ વાર યુઘ્ધનો આશરો લઇ રામભકતોએ સંઘર્ષ વેઠયો છે. તે પછી યે સંઘર્ષ તો ચાલુ જ રહ્યો છે. પણ સંઘર્ષનું સ્થાન બદલાયું. સામસામે આવી શસ્ત્રોની મદદથી યુઘ્ધ કરવાને બદલે રામ-રહીમ ભકતોએ યુઘ્ધ સ્થળ અદાલતમાં લઇ જવાનું યોગ્ય ગણ્યું. આ મોર્ડને ધર્મયુઘ્ધમાં કાયદાના પુસ્તકો અને પંડીતોએ શસ્ત્રાસ્ત્રનું સ્થાન લીધું.

આઝાદી પછી થોડા સમય બાદ એટલે કે ૧૯૪૯ થી અદાલતમાં આ વિવાદનો ખદલો સડી રહ્યો છે. છેલ્લા ચાલીસ વર્ષથી રામ-રહીમ ભકતો દ્વારા જે રીતે આ પ્રશ્ર્ન કાયદાની આટીઘૂંટીમાં ગૂંચવાયેલ રહ્યો છે તે જોતા લાગે છે કે હજી ઘણા વર્ષો સુધી આ પ્રશ્ન વણઉકેલ જ રહેવા પામશે. ૧૯૭૦ થી ૧૯૮૭ વચ્ચેના સત્તર વર્ષના ગાળામાં તો આ વિવાદના રીસીવરનાપ્રશ્નકોઇ સુનાવણી થઇ જ નથી.

ર૩ ડીસેમ્બર ૧૯૪૯ રોજ આ વિખવાદ અદાલતમાં પ્રવેશ્યો એ અરસામાં કો કે વિવાદિત સ્થળે રામમૂર્તિ રાખી દીધી હોવાની જાણ ર૩મીની રોજ સવારે થઇ શકી. અયોઘ્યા થાણાના ઇન્ચાર્જ નિર્દેશ કર્યો હતો કે વિવાદિત સ્થળ ઉપરથી ન તો મુર્તિઓ હટાવી લવામાં આવે કે ન કોઇને પૂજાદર્શન કરતા અટકાવવામાં આવે.

આ આદેશના ત્રીજા જ દિવસે ડે.કમિશ્નરે એક આવેદનપત્ર આપ્યું. તેમાં આ આદેશની આડમાં એક ખાસ વર્ગના લોકો પૂજા ર્અચના કરવાનો નામે વિવાદિત સ્થળ પર એકત્ર થવાનું વિચારે છે કે તે વિશે ખાતરી કરાવી લેવી. દરમિયાન પ્રતિવાદીઓ તરફથી ર૧મી ફેબ્રુ. રોજ લેખીત બયાન દાખલ કરવામાં આવ્યું. એમાં હતું કે ફતેહ વખતે અયોઘ્યાના પંડાવ દરમિયાન શહેનશાહ અકબર વજીર મિરબાકીને આદેશ આપી ૧૫૨૮માં મસ્જીદ નિર્માણ કર્યુ. મસ્જિદની સારસંભાળ મસ્જીદ સામે છે અને જેની પૂર્વ પશ્ચિમ લંબાઇ ર૧ તથા ઉત્તર દક્ષિણ ૧૭ છે તે રામજન્મ સ્થાન છે. અહીં હિંદુઓ પૂજા માટે આવે છે. આ જગ્યા ખુલ્લી હોવાથી ઠંડી, ગર્મી તથા વરસાદને કારણે પૂજાર્થીઓને અગવડ નડે છે. માટે એ ચબૂતરા પર સરકાર મંદિર બાંધવાની અનુમતિ આપે.

પણ પંડીત હરિકિશને મસ્જીદ સામે મંદીર બનાવવામાં મંજુરી આપવામાં જોખમ છે એમ કહી ખુન ખરાબાની શકયતા વ્યકત કરી હતી. હિંદુ મુસ્જીલો વચ્ચે દુશ્માવટના બીજની વાવણી કરવાનું પગલું ન ભરાઇ જાય છે. તે માટે એમણે મંદીર બનાવવા નકાર ભણ્યો હતો.

એ મુકદમા વિશે વિગતવાર લખી વાદીઓએ આરોપ મૂકયો છે. કે રર ચેમ્બરે ખોટી રીતે વિવાદસ્પદ સ્થળે મૂર્તિ મુકાઇ છે તેનો વિરોધ થાય.

આ ખટલો ચર્ચાના સ્તરે જ હતો ત્યારે એટલે કે ડીસેમ્બર ૧૯૫૦ રોજ રામચોક અયોઘ્યાનિવાસી પરમહંસ રામચંદ્ર દાસે બીજો ખટલો દાખલ કર્યો.

હવે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરાટ વિજય બાદ વિહિપે આ મામલે પુન: હલચલ હાથથ ધરી છે. ધર્મસભાએ પણ પુન: મંદીર નિર્માણનો શંખ ફુંકયો છે!

શ્રીમોદી નેતૃત્વને કારણે મુસ્લીમ અગ્રણીઓ અને ઇસ્લામિક પરિબળો આ હિલચાલનો વિરોધ કરે છે. તેઓ કેવો અભિગમ અપનાવે છે તે જોવાનું રહેશે છતાં રામમંદીર નિર્માણની આ નવી હિલચાલ દેશમાં કોમી શાંતિ સુલેહને ડહોળે નહિ એ અંગે સત્તાધીશોએ પુરેપુરા સાવધાન રહેવું  પડશે. એ નિ:સંદેહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.