Abtak Media Google News

કળીયુગના દેવને  કોરોના ના હોય કે કળયુગમાં હનુમાન હંમેશા હાજરા હજુર

કપરા કાળમાં પણ ડર વઇ જાય, આવું હું નહિ પણ શાસ્ત્ર કહે છે કે રૂદ્રાવતાર હનુમાનજીને યાદ કરીએ ત્યારે દરેક ભય હૃદયમાંથી નિકળી જાય, તો એ ભય કાઢવા, અમે આપને સુવર્ણ સમય આપશું એક સુવર્ણ કલાકાર દ્વારા જે હનુમાનજીની આરાધના કરે, તો આપને ખુદને થાય કે હનુમાનજી આપની બાજુમા જ બિરાજમાન છે. હરેશદાન ગઢવી (સુરૂ) જયારે કંઠથી જય હનુમાન બોલે ત્યાં શરીરના રૂવાડા બેઠા કરી છે.

ત્યારે આજે હરેશદાન ગઢવી દ્વારા પોતાની છટા અને આગવી શૈલી દ્વારા હનુમાન મહારાજને યાદ કરવામાં આવશે. ખાસતો ‘અબતક’ના ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં અત્યાર સુધી અનેક નામી કલાકારો પોતાની કલા પીરસી ગયા છે. જેને આપ સૌએ માણી છે. જયારે આજની શનિવારના દિવસે હનુમાનજીની આરાધના હરેશદાન ગઢવી (સુરૂ) દ્વારા કરવામાં આવશે. ખાસતો આજે હનુમાનજીનાં જે પ્રસંગો આપે સાંભળ્યા છે અથવા જેનાથી અજાણ છો તેવા તમામ પ્રસંગોનું આજે ચારણી સાહિત્યમાં વર્ણન થશે. ત્યારે હનુમાનજીના દિવશે સૌ સાથે મળી કરીએ હનુમાનજીની આરાધના.

બાપ દિકરીના પ્રેમના પ્રતિક રૂપે વિદીતા શુકલ અને ભાસ્કર શુકલ રમજટ બોલાવશે

ચાલને જીવી લઇએ કાર્યક્રમ અતર્ગત અનેક ભજન, ગીતો, ગઝલ સહિતની રજૂઆત કરવામાં આવતી હોય છે. ત્યારે આવતીકાલે પિતા પુત્રી ભાસ્કર શુકલ અને વિદીતા શુકલ દ્વારા બાપ દિકરીના પ્રેમને ઉજાગર કરતા ગીતો સાથે ગઝલ, ભજનની રજૂઆત કરવામાં આવશે. ખાસ તો આવતી કાલના કાર્યક્રમમાં આપણી ભાતીગળ સંસ્કુતીને ઉજાગર કરવામાં આવશે.

આજે હરેશદાન ગઢવીની મોજ

  • ગાયક: હરેશદાન ગઢવી(સુરૂ)
  • એન્કર: પ્રિત ગોસ્વામી
  • કિબોડ: પ્રશાંત સરપદડીયા
  • બેન્જો: બલદેવ નારોલા
  • તબલા: સુભાષ ગોરી
  • ઓકટોપેડ: કેયુર બુધ્ધદેવ
  • કેમેરામેન: નિશિત ગઢીયા, અભય ત્રિવેદી,
  • સંકલન: મયુર બુધ્ધદેવ
  • સાઉન્ડ: ઉમંગી સાઉન્ડ, રાજેશ ઊભડીયા

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.