Abtak Media Google News

ગંગા કાઠે ભગવાન પશુપતિનાથનું શ્રવણનાથ મંદિર ગોરખનાથ મંદિર છે. ઉપરાંત લલતાસે પુલની પાસે લાલ રંગનું વિશાળ મંદિર ભોલાગિરિ મંદિરને આશ્રમ છે.

ભારતની પવિત્ર ગણાતી સાત નગરીઓમાં હરિદ્વારનો સમાવેશ થાય છે. અયોધ્યા, મથુરા, કાશી, પુરી, દ્વારકા, અવંતિકા અને હરિદ્વાર ઓમ સાત પવિત્ર નગરીઓ અનાદિકાળથી છે એવી માન્યતા છે. ઉતર પ્રદેશમાં આવેલ આ પ્રાચીન હિંદુ ધર્મનું પવિત્રને પ્રમુખ તીર્થ સ્થળ હરદ્વાર માયાપુરી, તપોવન, કપિલા, મંગાહાર જેવા અનેક નામોથી ઓળખાય છે. માયાપુરી ગરૂ ડ પુરાણમાં વણવિલ મહર્ષિ કપિલ મુનિની તપોભુમિ હોવાથી એને કપિલા પણ કહે છે.

બદ્રિનાથ, કેદારનાથની પવિત્ર યાત્રા કે ઋષિકેષ જવા માટે આ સ્થળ જ મહત્વનું છે. એટલા માટે પણ એને હરિનું દ્વાર એમ હરિદ્વાર કહે છે.હિમાલય પર્વતમાંથી નીકળ્યા પછી ગંગા મેદાનમાં આવે છે ત્યારે સૌથી પહેલાં દર્શન અહીં થાય છે. એટલા માટે પણ આને ગંગાનું દ્વારા એમ ગંગાદ્વાર પણ કહે છે. સ્ક્ધધ પુરાણમાં આ ક્ષેત્રનું વર્ણન માયાપુરીના નામે મળે છે. કહેવાય છે કે કૈલાસ પર વાસ કરતા મહાદેવ શિવજી જયારે પર્વતની નીચે મેદાન પ્રદેશમાં આવતા ત્યારે આ જ રસ્તાઓ ઉપર થઇને આવતા જતા હતા. એટલે આ ક્ષેત્રનું નામ હરદ્વાર પડયું.

ગંગાના બંને કિનારે આવેલ અને શિવાલીક પર્વતમાળાઓથી ધેરાયેલ હરદ્વાર કુદરતી સૌદર્યથી ભરપુર, શાંત અને રમણીય સ્થળ છે. મંદિરો અને ધાર્મિક આશ્રમો ઠેરઠેર આવેલા છે એવું આ પવિત્ર સ્થળ કોઇનું પણ દિલ હરી લે છે. હરદ્વારની સાંધ્યા ગંગા આરતીનું મોટું મહત્વ છે. પ્રત્યેક હિંદુ જીંદગીમાં એકવાર હરદ્વારના દર્શનના અભિલાષા રાખતો હોય છે. સમુદ્ર તળેટીથી ૯૫૦ ફીટ ઉચે હરદ્વારના દર્શનના અભિલાષા રાખતો હોય છે. સમુદ્ર તળેટીથી ૯૫૦ ફીટ ઉંચે હરદ્વારના આવેલું છે. હરદ્વારમાં આવતી ગંગાના અવરતણની દંતકથા છે કે સુર્યવંશનના પ્રસિધ્ધ રાજા સગર ચકવર્તી સમ્રાટ હતા એણે સો અશ્ર્વમેઘ યજ્ઞ કર્યા. જયારે તેઓ નવ્વાણું યજ્ઞ કરી ચુકયા અને સૌ યજ્ઞ કરવા માટે પોતાનો શ્યાલ કલે છોડયો તો ઇન્દ્રેએ યજ્ઞના ઘોડોને કપિલ મુનિનાન આશ્રમમાં બાંધી નાખ્યો. ઇન્દ્રને ભય લાગ્યો કે આ યજ્ઞ પુરો થશે તો મારૂ  ઇદ્રાસન છીનવાઇ જશે. કપિલ મુનિએ વખતે તેજ અને શ્રેષ્ઠ ઋષિ માનવામાં આવતા હતા.

રાજા સાગરના સાંઇઠ હજાર પુત્રો આ ઘોડાને શોધતા આશ્રમમાં આવ્યા ઘોડો છોડતાં પહેલાં મુનિને પ્રગામ કરવાનું તેઓ ભૂલી ગયા એટલે ક્રોઇમાં મુનિએ શ્રાપ આપ્યો અને મુનિની ક્રોઇ ભરી દ્રષ્ટિથી બધાં ત્યાંજ બળીને ભસ્મ થઇ ગયા ત્યાર પછી મુનિની સેવા કરીને રાજા સગરના પૌત્ર અંશુમાન ઘોડોને પાછો લાવ્યો જેથી રાજાનો યજ્ઞ તો પુરો થઇ ગયો પણ પેલા સાંઇઠ હજાર રાજકુમારો ભસ્મ થઇ ગયા હતા તે મુકત ન થઇ શકયા જો કે અંશુમાનને કપિલ મુનિએ કહ્યું કે ગંગાજી પુથ્વી ઉપર આવશે ત્યારે એમની મુકિત થશે.

અંશુમાનના કે તેના દિકરા દિલીપના ભગીરથ પ્રયાસો અને તપસ્યાથી પણ ગંગાજી પ્રસન્ન ન થયા. પણ િેદલીપના પુત્ર ભગરીથની તપસ્યાથી ગંગાજી પ્રસન્ન થયા અને પુથ્વી પર અવતરણ કર્યું. આથી પણ ગંગાજીને ભાગીરથી કહે છે. આ ભાગીરથીના તટે હરદ્વારમાં હરકી પૈડી પાસે સાંજના સાંધ્ય ગંગા આરતી, થાય છે. સાંધ્ય ગંગા આરતી થાય છે. આલ્હાદક વાતાવરણ હોય છે.

હરિદ્વારનું સૌથી મહત્વપુર્ણ સ્થાનએ હરકી પૈડી અને બ્રહ્મકુંડ છે. અહીં બ્રહ્માએ તપ કરેલ. હરકી પૈડીની શોભા નિરાળી છે. બનારસ જેવી ગંદકી હરદ્વારમાં જોવા નહી મળે. અહીં એક તરફ ફુલને દીપક છાબડીઓવાળાની લાઇનો જોવા મળશે. હજામોની પુરી લાઇન પણ એક બાજુ છે અહીં મુંડન કરાવી સ્નાન કરવાનો મહિમા છે. કયાંક કથા વાંચનાર ઉંભો મંચ બનાવીને રામાયણ, ભાગવત તથા પુરાણોની કથા કહે છે. કયાંક સાધુ મંડળી અને પાણીપુરીવાળાના અડા છે. અને સહેલાણીઓ ધાર્મિક અને એનો આસ્વાદ માણતા હોય છે.

ગંગાના કિનારે હરકી પૈડી પાસે નાનકડી પાટા છે જેની ઉપર ચંદન, કંકુ કાંસકો અરીસા લઇને પંડાઓ સ્નાન કર્યા પછી તિલક લગાવવા માટે તત્પર હોય છે. લોકો આવે છે પોતાનો સામાન અહી રાખી ગંગાસ્નાન કરે છે. અને ગંગા મૈયાની આરતી માટે સજજ થાય છે. આઠ સાડા આઠે ગંગા આરતી થાય છે. ત્યારે ભાવુકજનો છાબડીમાં દીપક, ફુલ વગેરે લઇ ગંગામૈયાના તટ ઉપર તરતાં મૂકે છે. અને ભાવભરી અંજલી પાણીની આપે છે. રાત્રે જયારે સામે પ્રલોટફોર્મના ધંટાઘરમાં ઘંટ બજે છે ત્યારે જ પાણીના તટ પર સેંકડો દિપક પણ તરતા દેખાય છે. રાત્રિના અંધાકારમાં નદીના તટ પર તરતાં સેંકડો દીપકો દુરદુર સુધી પવિત્રને સુંદર વાતાવરણ ગંગાકાઠે સર્જે છે.હરકી પૈડી સામે બ્રહ્મકુંડ અને ગંગાજીની ધારાની વચ્ચે એક સુંદર ઘાટ છે. ત્યાં જવા માટે બે પુલ બાંધેલા છે આ પ્લેટફોર્મ પર રાજા બિરલાએ એક ઘંટાદાર  ટાવર બંધાવ્યું છે કેટલાક આ ટાવરને બિરલા ટાવર પણ કહે છે. બ્રહ્મકુંડ જે હરકી પૈડાની સામે આવેલ છે. બ્રહ્માજીએ આ સ્થળે ગંગાજીનું સ્વાગત કરેલ એમ કહેવાય છે. આ સ્થળ અત્યંત પવિત્ર મનાય છે. સમુદ્ર મંથન સમયે ચૌદ રત્નોની સાથે નીકળેલા અમૃતના માટલાને મેળવવા માટે દેવતા અને રાક્ષસોમાં યુધ્ધ થવા લાગેલએ જ અમૃતના માટલાને રાક્ષસો પાસેથી ઝડપી લેવા માટે બ્રહ્માજીને થોડીવાર હરકી પૈડી ઉપર વિશ્રામ લીધો હતો. એમ માનવામાં આવે છે કે એ સમયે કુંડના દક્ષિણ ભાગમાં અમૃતનાં થોડા ટીપાં પડી ગયા હતા. જેના કારણે કુંડમાં વહેવાવાળુ પાણી અમૃત જેવું થઇ ગયું ત્યારથી આનુ નામ બ્રહ્મકુંડ પડી ગયું.હરદ્વારમાં આ મહત્વનાં સ્થાનો સિવાય અનેક ઘાટ મંદિરો અને આશ્રમો આવેલા છે.

મહર્ષિ દતાત્રેયે એક પગ ઉ૫ર ઉભા રહીને એક હજાર વર્ષ સુધી ત્યાં તપ કરેલ અને કૃશા નામની ઘાસ પાથરીને રહેતા હતા કુશાવત ઘાટ તરીકે ઓળખાય છે. અહીં પિતૃ શ્રાધ્ય અને પિંડદાનનું ઘણું મહત્વ છે.

ગંગા કાંઠે ભગવાન પશુપતિનાથનું શ્રવણનાથ મંદિર ગોરખનાથ મંદિર, છે. ઉપરાંત લલતારો પુલની પાસે લાલ રંગનું વિશાળ મંદિર ભોલાગિરિ મંદિરને આશ્રમ છે.

પંજાબના સનાતન ધર્મ પ્રતિનિધિસભા દ્વારા ભોલાગિરિ માર્ગ ઉપર ગીતા ભવન છે. કિર્તન કથા ઉપદેશ માટે ત્યાં જગ્યા છે. બિલ્વૈકેશ્વર મંદિર, મન્સાદેવી મંદિર, ચંડીદેવી મંદિર, ભીમગોડા મંદિર, હરદ્વારના પ્રમુખ મંદિરો છે. મન્સાદેવીમાં શકિત દુર્ગાનું પ્રતિક મનાય છે. ભીમગોડા મંદિર ઔતિહાસિક સ્થળ છે. ગુહામાં મંદિર અને કુંડ છે. ચંડિદેવીનું પ્રાચિન મંદિર શિવાલીક પર્વતના શિખર ઉપર આવેલું છે.

ભીમગાડાથી આગળ સપ્ત સરોવર નામની તપોભુમિ છે. અહી કશ્પય, ભરધ્વજ, અત્રિ, ગૌતમ, જામર્દાગી, વિશ્ર્વામિત્ર અને વશિષ્ઠએ સાત ઋષિઓએ તપ કર્યું હતું. આ લોકોના કારણે ગંગાને અહીં સાત ધારાઓમાં વ્હેંચાઇ જવું પડયું હતું. આજે પણ અહીં ગંગાની સાત ધારાઓ છે.સનાતન ધર્મ અહીં સપ્તઋષિનું આશ્રમનું નિર્માણ કર્યુ પરમાર્થ આશ્રમની નિર્માણ સ્થાપના સ્વામી શુધ્ધદેવાનંદજીએ સાત સરવરથી થોડે દુર કરી હતી. હરકી પૈડીથી બે માઇલ દુર પરમાર્થ આશ્રમ પાસે સાધુ બેલા આશ્રમ છે. અહીં પ્રવાસીઓ અને ભકતોની રહેવાની સુવિધા પણ છે.

હરદ્વારની પાસે જ ૨૪ કિ.મી. દુર ઋષિકેશ પવિત્ર તીર્થધામ આવેલું છે. ૪૪ કિ.મી. દુર કષ્વાશ્રમ ૧૨૫ કી.મી. દુર સહરાનપુર જતાં શિવાલીક પર્વતમાળામાં પ્રસિધ્ધ શકિત પીઠમાં શાકમભરી દેવીનું મંદિર છે.

હરિદ્વારથી જ પ્રસિધ્ધ તીર્થધામો બદ્રીનાથ કેદારનાથ જવાનો માર્ગ પડે છે. આમ તો ઉનાળાનો સમય આ સ્થળની મુલાકાત માટે શ્રેષ્ઠ છે. જયારે આલ્હાદક વાતાવરણ હોય છે. શિયાળામાં પણ સપ્ટેમ્બર ઓકટોબર નવેમ્બર માસ દરમ્યાન હરદ્વાર યાત્રાળુઓને આકર્ષે છે. ગંગાત્રી યમનોત્રીની યાત્રાનું પ્રવેશ દ્વાર પણ આજ છે. એટલે કે સાધા અર્થમાં હરિની યાત્રાનું પ્રવેશ દ્વાર છે. હિમાલય પર આવેલા પવિત્ર તીર્થધામોની મુલાકાતનો માર્ગ અહીથી જાય છે.

હરદ્વારમાં પ્રત્યેક ૬ વર્ષે અર્ધકુંભ મેળો અને ૧૨ વર્ષે કુંભ મેળો ભરાય છે. દેશમાં હિંદુઓમાં સૌથી વધુ પવિત્રને મહત્વનો ગણાતો આ કુંભ મેળો છે. આ સમયે કરોડો યાત્રાળુઓ આ સ્થળની મુલાકાત લે છે. અને ગંગાસ્નાન કરી પુણ્ય એકત્ર કરવાનો અહોભાવ વ્યકત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.