ફરી એક વખત હાર્દિકનું ‘ધરપકડ’ વોરન્ટ!

83

રાજદ્રોહના મામલે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે વોરંટ કાઢયું

રાજદ્રોહના આરોપોનો કાનુની સામનો કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમીતી ‘પાસ’ના પ્રણેતા કોંગ્રેસના કાર્યકર હાર્દિક પટેલ સામે અમદાવાદ સટી સેશન કોર્ટે શુક્રવારે રાજદ્રોહના મામલે વધુ એકવાર ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યુ હતું.

કોર્ટે ર૦ દિવસની મુદતમાં બીજીવાર હાર્દિક પટેલ વિરુઘ્ધ બીનજામીન પાત્ર વોરંટ ઇશ્યુ કર્યુ છે

. કોર્ટને જાણમાં આવ્યું હતું કે હાર્દિક પટેલે ધરપકડ સામે જામીન માંગતી અરજી કરી છે અગાઉ ૧૮મી જાન્યુઆરીએ કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યુ હતું. હાર્દિક પટેલ કોર્ટની કાર્યવાહીથી દુર રહેવાનું ચાલુ રાખતા શુક્રવારે કોર્ટે હાર્દિકે કોર્ટમાં હાજર ન રહેવાની અને તારીખમાં આવવા સામે છુટ માંગતી અરજીને ખરીજ કરી દીધી હતી.

કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યા પહેલા હાર્દિક પટેલના વકીલે કોર્ટની તારીખમાં હાજર રહેવામાંથી હાર્દિકને મુકિત આપવાની માંગ કરીને દલીલ કરી હતી કે હાર્દિકને ભય છે કે પોલીસ ૨૦૧૫માં જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલી હિંસાના કેસમાં તેની ધરપકડ કરી લેશે. હાર્દિક પટેલ કોર્ટમાં હાજર થશે તો પોલીસ તેને કાયદાના સકંજામાં રજુ થયેલ.

અમદાવાદ સીટીસેશન કોર્ટમાં રજુ થયેલી હાર્દિકની કોર્ટમાં હાજર ન રહવાની પરવાનગી માંગતી આ અરજી અદાલતે ખારીજ કરી નાખી એટલું નહી  હાર્દિક સામે ચાલતાં રાજદ્રોહના કેસમાં તેની વિરુઘ્ધ તાકીદની અસરથી વધુ એકવાર ફરીથી ધરપકડ વોરંટ જારી કરી દીધું હતું.

હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થતા જ ફરીથી હાર્દિક પટેલ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે.

Loading...