હળવદના ભવાનીનગર વિસ્તારમાં લુખ્ખાઓનો ત્રાસ: પરિવારે હિજરત કરી

યુવતીને ભગાડી ગયાનો ઝઘડો વકરતા પોલીસ ફરિયાદ

હળવદ શહેરના ભવાની નગર વિસ્તારમાં દિન-પ્રતિદિન અસામાજિક તત્વો નો ત્રાસ વધતો જતો હોય તેમ છાશવારે માથાકૂટ ના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે એક શખ્સ દ્વારા એક પરિવારના રહેણાંક મકાનમાં તોડફોડ કરી માર માર્યાની  હળવદ  પોલીસ મથકે  ભોગ બનનાર પરીવારજનોએ લેખિતમાં ફરિયાદ આપી છે જો કે પોલીસ દ્વારા તે શખ્સની અટકાયત પણ કરી લેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે

ખાસ કરીને હળવદ શહેરમાં આવેલ ભવાની નગર વિસ્તારમાં દારૂડિયા,જુગારીઓ અને લુખ્ખા તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જતો હોવાનું અહીંના રહીશો અનેકવાર જણાવી રહ્યા છે આ વિસ્તારમાં છાશવારે માથાકૂટ ના બનાવો પણ સામે આવતા હોય છે ત્યારે આજે આજ વિસ્તારમાં રહેતો આમીન નિઝામ નામનો શખ્સ મરજીનાબેન ઈમોદીનભાઈ ખલીફા રહે હળવદ ભવાની નગર તેઓના રહેણાંક મકાને આવી બોલાચાલી કરી તોડફોડ કરી માર માર્યાની ભોગ બનનાર એ હળવદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ આ શખ્સના ત્રાસથી ભોગ બનનાર પરિવાર પોતાના મકાનને તાળા મારી અન્ય તાલુકામાં હિઝરત કરી જતા રહ્યા નું પણ જાણવા મળી રહ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આવા શખ્સો પર કાયદાકીય  રીતે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે ભોગ બનનાર  પરિવારજનોએ જે શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપી છે તે શખ્સ અગાઉ પણ અનેક લોકો સાથે ઝઘડા કરતો હોવાનું પણ ભવાની નગર વિસ્તારના લોકો જણાવી રહ્યાં છે

વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે આમીન વિરુદ્ધ જે પરિવારજનોએ પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે તે પરિવારની દીકરીને આમીન અગાઉ ભગાડી ગયો હોય અને તેઓ બંને વચ્ચે થતા ઝઘડા ને લઇ આમીના આ પરિવારને હેરાન કરતો હોવાનું પણ પરિવારજનો જણાવી રહ્યા છે

Loading...