Abtak Media Google News

સમય સમય બલવાન, નહીં મનુષ્ય બલવાન

માન અબ-સાયદની ૯૦૦ ગાડીઓની નીલામી કરાઈ, હજુ મિલકતો, જમીનના વેચાણ બાદ તેને મુકત કરવામાં આવશે

સમય બળવાન છે કયારે કોના કર્મની કાયાપલટ થઈ જાય તે કહેવું મુશ્કેલ છે. ૨૦૦૭માં વિશ્વના ૧૦૦ અમીરોની યાદીમાં સ્થાન મેળવતા બિલિયોનેર માન અલ સાનીયાની કંપનીનું દેણુ વધતા સાઉદી અરેબીયામાં તેની મિલકતોની હરરાજી કરવામા આવશે જોકેમાન અલ સાનીયાનો કેસ ભ્રષ્ટાચાર કરતા વેપારીઓ કરતા અલગ છે. પણ કોર્પોરેટ ગર્વનમેન્ટ સાથેના સંબંધો હોવાની તપાસ ચાલુ છે. બિઝનસ ટાયકુન સાનીયાએ ઉધાર ચુકવવા માટે તેની ગાડીઓની નીલામી કરી છે. આ હરરાજીમાં હજારો લોકો જોડાયા હતા ઘણા સમયથી ચાલનારૂ આ સૌથી વધુ લાંબુ દેણુ છે. જે હવે રિયાધ, જેદ્દાહ અને ઈસ્ટર્ન પ્રોવિન્સમાં ઓકશનનું આયોજન કરીને ભરવામા આવશે.પહેલી હરરાજીમાં કોર્મશીયલ જમીન, પ્લોટ, ફાર્મ અને રેસિડેન્ટ બિલ્ડીંગો વહેચી રકમ જમા કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા મુજબ લોકલ પ્રોપર્ટી માર્કેટ નબળી હોવાને કારણે હરરાજીમાં મોડુ થયું હોવાનું સામે આવ્યું હતુ માર્ચમાં માન અલ સાયદે સાદ ગ્રુપના ટ્રક, બસ, જેસીબી, ગોલ્ડ કાર્ટ સહિતના ૯૦૦ વાહનોની નીલામી કરી હતી. સાનીયાની હાલ અટકાયત કરવામાં આવી છે. જયાં સુધી તેની મિલકતોના વેચાણમાંથી દેણુ ભરવામાં નહી આવે ત્યાં સુધી તેને કેદમાં રાખવામા આવશે. સાદ ગ્રુપે ૨૦૦૯માં એહમદ હમીદ અલ ગોસાંયબી સાથે મળીને હેલ્થકેરથી લઈને બેંકોને ૨૨ બીલીયન ડોલરનું દેણુ કર્યું હતુ જે સાઉદી અરેબીયાનું સૌથી મોટુ મેલ્ટડાઉન બન્યું હતુ એની પહેલા રિમાસે નાણાંકીય સંસ્થાઓ સાથે મળીને સેટલમેન્ટ કરવાના પ્રયત્નો કર્યા હતા. ઘણા લોકોનું કહેવું છે કે સાદનું દેણુ ૪ થી ૬ હજાર કરોડ ડોલર સુધીનું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.