Abtak Media Google News

શિવ શોભાયાત્રામાં શિવ તાંડવ નૃત્ય,ધમાલ નૃત્ય, હાથીની સવારી, ઉંટ-ઘોડાનો કાફલો, રામેશ્ર્વરમ જયોતિલિંગ, જનજાગૃતિના ફલોટસ આકર્ષણ ઉભુ કરશે: શિવભકતો અબતકની શુભેચ્છા મુલાકાતે

સનાતન હિન્દુ ધર્મનું મહાપર્વ એટલે મહાશિવરાત્રી જે આગામી તા.૨૧/૨ના પાવન દિને આવી રહી છે.આ રૂડા અવસરે દર વર્ષની જેમ  આ વર્ષે પણ દશનામ ગોસ્વામી સમાજ શિવ રથયાત્રા સમિતિ દ્વારા  ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે આગામી તા.૨/૨ના રોજ રવિવારે સંતો મહંતોના હસ્તે કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવશે.શિવ રથયાત્રાની તૈયારીમાં દરેક સમાજ અને દરેક વર્ણના  લોકો ખભે ખભો મિલાવી કામે  લાગી ગયાં છે.સમસ્ત શહેરના વાતાવરણને ભકિતમય અને શિવમય બનાવવા માટે સુંદર આયોજનો થયાં છે આ શિવ રથયાત્રામાં વિવિધ ફલોટસ આકર્ષણનું કેન્દ્ર બનશે.વિવિધ આકર્ષણોમાં શિવ તાંડવ નૃત્ય અને  સિદી બાદશાહ લોકો દ્વારા ધમાલ નૃત્ય, હાથીની સવારી, ઉંટ અને ઘોડાનો કાફલો, તોપથી પુષ્પ વર્ષા, વિવિધ સંસ્થાઓના ફલોટ તેમજ લોક જાગૃતિના અને લોકહિતના સંદેશ આપતા ફલોટસ હશે, બહોળી સંખ્યામાં બાઈક સવારો  અને ગાડીઓનો કાફલો હશે. ઉપરાંત હજારોની સંખ્યામાં માનવ મહેરામણ પગપાળા ચાલીને મહાદેવની સ્તૃતી ગાતા ગાતા નગરમાં ભ્રમણ કરશે આવા પાવન પર્વને વધાવવા દરેક ધર્મપ્રેમીઓને શિવ રથયાત્રા સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.શિવ રથયાત્રાના સંપુર્ણ સંચાલન માટે સંતો-મહંતોના હસ્તે કાર્યાલયને રવિવારના રોજ ખુલ્લુ મુકવામાં આવશે.આ કાર્યાલય વીર ભગતસિંહ કાર્યાલય સુતા હનુમાનજી મંદિર સામે, કોઠારીયા રોડ ખાતે ધમધમશે શોભાયાત્રાને સફળ બનાવવા શિવભકતો ભાવીગિરી નટવરગિરી, દર્શન ગિરી નિરંજનગિરી, વિશાલ ભારતી હિમંત ભારતી, ધર્મેન્દ્રગિરી ચતુરગિરી, સુરેશ ગિરી શાંતિગિરી, ગૌત્તમગિરી ચમનગિરી, હિતેષભારતી વિનોદભારતી, જેનકપુરી રમણીકપુરી, અજયવન રમેશવન, મયુરભારતી પ્રત્તાપ ભારતી, પ્રફુલપર્વત દિનેશપર્વત, ગૌરવભારતી વિજયભારતી એ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.