Abtak Media Google News

શહેરના વિવિધ સ્થળોએ લોકોએ આતશબાજી અને ચિચિયારીઓ સાથે ૨૦૧૭ને વિદાય આપી ૨૦૧૮ને વધાવ્યું

અંગ્રેજી કેલેન્ડરના નવા વર્ષ ૨૦૧૮નું દુનિયાભરમાં અલગ અલગ અંદાજથી વેલકમ કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટમાં પણ કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, રિંગ રોડ સહિત વિસ્તારોમાં લોકોએ આતશબાજી અને ચિચિયારીઓ સાથે ૨૦૧૭ને વિદાય આપી નવું વર્ષ ૨૦૧૮ને ઉષ્માભેર વધાવ્યું હતું. શહેરની વિવિધ જગ્યાએ રાજકોટીયનોએ ડિ.જે.ના તાલે ઝુમી નવા વર્ષને વધાવવા માટે અનોખી ઉજવણી કરી હતી. રાજકોટની હોટલ-રેસ્ટોરન્ટોમાં પણ ડિ.જે. પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરના કાલાવડ રોડ, રીંગ રોડ તેમજ બીજી અનેક પ્રખ્યાત રસ્તા પર નવા વર્ષને આવકારવા રાતે ૧૦ વાગ્યાથી જ નાના-મોટા સૌ કોઈ રસ્તા પર ઉમટી પડયા હતા. આ સિવાય ડી.જે. પાર્ટીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

શહેરના રાજમાર્ગો પર ડી.જે. અને લાઉડ સ્પીકરની ધુમ મચી હતી અને રવિવારે વર્ષ ૨૦૧૭ના અંતિમ દિવસે થર્ટી ફર્સ્ટની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી અને ૨૦૧૮ને ઉમળકાભેર આવકારવામાં આવ્યું હતું. રાજકોટમાં થીમ બેઈઝ ડાન્સ પાર્ટીઓમાં યુવાહૈયાઓ અનેરા ઉત્સાહ સાથે ઝુમ્યા હતા. ૨૦૧૭ને બાય બાય કરવા અને વર્ષ ૨૦૧૮ને આવકારવા કોઈ પર્યટન સ્થળોએ ફરવા તો કોઈ ડાન્સ પાર્ટીઓ ઉમટયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.