Abtak Media Google News

દ્વારકામાં અને ખાસ કરીને ગામડાઓમાં સરકારી શીક્ષકની નોકરી કરતા અમુક શીક્ષકોને ધરથી ફરજ પરનું સ્થળ દુર હોવાથી તથા નાના બાળકોની તેમજ અન્ય સમસ્યાઓના કારણે અનેક મુશ્કેલીઓનો તેમનો કરવો પડતો હતો. પરંતુ હાલ સરકારના નવા નીયમના કારણે આપ આપની નોકરીનું સ્થળ આપનું મનગમતું સ્થળ ઓનલાઇન ભરી અને તે જગ્યા ખાલી હોય તો, આપ ત્યા જઇ શકો છો. તેવા નિયમને લોકોએ વધાવ્યો છે. તે વિષયે દ્વારકા જીલ્લામાં 71 જેટલા શીક્ષકૉની આંતરિક બદલી થવા પામી છે.

આમતો જીલ્લાના ડીપીઓ દ્વારા આવી બદલીઓ કરાતી હોય છે. પરંતુ હાલ માંગણી મુજબ ઑન લાઇન ફોર્મ ભરવાની પધ્ધતિથી લોકોને પોતાની મનપસંદ જગ્યાઓ મલવા પામી છે. પરંતુ આ તમામ બદલીઓ હાલમાં કાગળ પર જ થઇ છે. તેનુ મુખ્ય કારણ  છે હાલ શીક્ષકોની ધટ. પરંતુ તે પુર્ણ થતા તમામ લોકો કે જેની બદલી થવા પામી છે ,તેઓને પોતાનુ પસંદગીનુ સ્થળ મલી જશે. આથી તમામ બદલીપાત્ર લોકોમાં ખુશોની હેલી જોવા મલી છે.ન શકાય.  શીક્ષકોની ઓન લાઇન પસંદગી પ્રક્રીયા મામલો કોર્ટમાં ચાલતો હોવાથી કોઇપણ શીક્ષકૉને પોતાની પસંદગી નું સ્થળ મલી શકતુ ન હોવા છતા આ ઓનલાઇન પ્રક્રીયા ક્યા કારણો સર ચાલુ રાખવામાં આવી રહી છે. તેવુ શીક્ષકોમાં ચર્ચાનું કેંદ્ર બન્યુ છે.અને હથેળીમાં ચાંદી દેખાડવા જેવો ધાટ બન્યો છે.

આમ હાલ પૂરતી શિક્ષકો ની ઓન લાઈન પસંદગી પ્રક્રિયા ફરશ રૂપ બની છે.કોર્ટ માં મામલો પેન્ડિંગ છે, છતાં શા માટે આવી ઓન લાઈન પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે તે મુદ્દો શિક્ષકો માં ચર્ચાતો મુદ્દો બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.