Abtak Media Google News

રોશનીનું પર્વ વેપારીઓ માટે ફળદાયી: સોના-ચાંદીની ખરીદી માટે જવેલર્સની દુકાનોમાં ગ્રાહકોની ભીડ: આવતીકાલે પણ શામ પુષ્ય નક્ષત્રના શુભયોગનો લાભ: ઘૂમ ખરીદી થવાની આશા

આ વર્ષે દિપાવલીમાં ખરીદી અને મંગલ પ્રસંગો માટે ઘણા બધા શુભ સંયોગો મળી રહ્યા છે. સર્વ નક્ષત્રોમાં રાજા ગણાતા પુષ્ય નક્ષત્રનો આજે સવારે ૬.૪૫ થી પ્રારંભ થઇ ગયો છે. આ વખતેના શનિપુષ્ય યોગને લીધે આજે આખો દિવસ મંગલકારી છે ઉપરાંત આ વર્ષે ધનતેરશસ પહેલા શનિપુષ્ય યોગ શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ હોવાનું પંડીતો જણાવે છે. શનિપુષ્ય યોગમાં શામનું અષ્ટમ ભાવમાં હોવું ધનની સુરક્ષાને સુનિશ્ર્વિત કરે છે.

એવામાં આ વર્ષે શનિપુષ્ય નક્ષત્ર યોગ બે દિવસ રહેવાથી ખરીદી માટે ખુબ જ લાભદાયી નીવડશે.

જયોતિષશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે શનિ પુષ્ય નક્ષત્ર સોના-ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. શનિ પુષ્ય નક્ષત્રનો યોગ આજે સવારે ૬.૪૫ થી શરૂ થઇ ગયો છે. આ પ્રભાવ આવતીકાલ સુધી રહેશે. આમ આ શુભયોગનો લાભ લોકો બે દિવસ સુધી ઉઠાવી શકશે. અને પોતાની મનગમતી ખરીદી અને શુભકાર્યો ને સરળતાથી કરી શકશે. રોશનીના મહાપર્વમાં વેપારીઓને પણ ખુબ જ ફાયદો થવાનો છે.

આજે શનિપુષ્ય નક્ષત્રના શુભ મુર્હુતમાં સવારથી જ વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ જામી હતી. જીએસટીના માહોલમાં પણ ઝવેરીને ત્યાં સોના-ચાંદીની ખરીદી માટે લોકો સવારથી જ ઉમટી પડયા હતા. અને લગ્નસરાના દાગીના ખરીદ્યા હતા. ઝવેરીઓને ત્યાં આજની ભીડ જોતા  એવું લાગી રહ્યું છે કે તહેવારના ટાંકણે લોકોને મોંધવારી કે મંદી નડતી નથી. આવતીકાલે પણ શનિપુષ્ય નક્ષત્ર યોગનો લાભ યથાવત રહેવાનો હોવાથી કાલે પણ ધૂમ ખરીદી થવાની સંભાવના છે.

આજે સવારના શુભ મુહુર્તમાં તો સોના-ચાંદીની સહીતની ચીજવસ્તુઓનું વ્યાપક વેંચાણ થયું છે હવે કાલે પણ શનિપુષ્ય નક્ષત્રનો શુભ યોગ હોવાથી ઝવેરીઓને આવતીકાલે ઘૂમ ખરીદીની આશા કેવી નિવડશે તે જોવાનું રહ્યું.

સંવત ૨૦૭૩ દિપોત્સવના શ્રેષ્ઠ મુહૂર્તો

ધનતેરશ-ધન્વંતરી પૂજન

આસો વદ-૧૩ મંગળવાર તા.૧૭/૧૦/૨૦૧૭ સવારે ૯:૩૯ થી ૧૨:૩૨ ચલ, લાભ ચોઘડીયુ બપોરે ૧૨:૩૨ થી ૨:૦૦ અમૃત અને ૩:૨૫ થી ૪:૫૨ શુભ ચોઘડીયુ રાત્રે ૭:૫૨ થી ૯:૨૬ લાભ ચોઘડીયુ ચોપડા ખરીદવા, ગાદી બિછાવવા અને લક્ષ્મીપૂજન માટે શ્રેષ્ઠ સમય છે ધન્વંતરી પૂજન સાયંકાળે રાત્રિના કરવું.

કાળી ચૌદશ– નરક ચર્તુદશી

આસો વદ-૧૪ બુધવાર તા.૧૮/૧૦/૨૦૧૭ કાળીચૌદશ-‚પ ચૌદશ- નરકચર્તુદશી છે. ચૌદશ રાત્રીના ૧૨ કલાક અને ૧૪ મિનિટ સુધી રહેશે. દિવસ-રાત્રી હનુમંત પૂજન-કાળ ભૈરવ, બટુકવીર પૂજન કાલીપૂજા, શનિમંત્ર જાપ, મહાદેવજીની ભકિત, પૂજા, મંત્ર જાપ કરવા.

દિપાવલીનો પ્રદોશકાળ પૂજન માટેનો શ્રેષ્ઠ સમય

લક્ષ્મીપૂજન-ચોપડા પૂજન-શારદાપૂજન આસો વદ અમાસ ગુરુવાર તા.૧૯/૧૦/૨૦૧૭ પર્વ. પ્રદોષકાળ: સાંજે ૬:૧૭ થી ૭:૫૮ સુધી પ્રદોષકાળ છે તથા પ્રદોષ કાળમાં વૃષભ સ્થિર લગ્ન સાંજે ૭:૪૦ થી ૯:૩૮ સુધી છે તેમાં કુંભ સ્થિર નવમાંશ સાંજે ૭:૫૮ થી ૮:૧૦ સુધી છે. પ્રદોષકાળમાં પૂજન કરવું શ્રેષ્ઠ છે. નિશિથ કાળ: રાત્રે ૧૨:૦૭ થી ૧૨:૫૬ સુધી તેમા પણ પુજન કરવું ઉતમ ગણાય.

સંવત ૨૦૭૪ નવા વર્ષના શ્રેષ્ઠ મુહૂર્તો

નૂતન વર્ષાભિનંદન બેસતું વર્ષ

કારતમ સુદ-૧ શુક્રવાર તા.૨૦/૧૦/૨૦૧૭ સૈમ્યનામ સંવત્સર, નૂતન વર્ષનો પ્રારંભ. મિલન દિવસ, પડવો, અન્નકુટ ઉત્સવ, ગોવર્ધન, બલિપુજા, બેસતુ વર્ષ, નવિન વસ્ત્રાદિધારણ માટે શુભદિન. સવારે ૬:૪૬ થી ૮:૧૩ ચલ, સવારે ૮:૧૩ થી ૯:૩૯ લાભ, સવારે ૯:૩૯ થી ૧૧:૦૫ અમૃત ચોઘડીયુ મિતી, દિવાર નાખવા, નવા વ્યાપારનો પ્રારંભ કરવો. કાંટો બાંધવાના મુહૂર્તનો સમય શુભ.

ભાઈબીજ-યમદ્વિતીયા

કારતક સુદ બીજ શનિવાર તા.૨૧/૧૦/૨૦૧૭ ચંદ્રદર્શન, ભાઈબીજ, યમુના સ્નાન છે. સવારના ૧૦ કલાકથી ૧૭ મિનિટ સુધી સ્વાતિ નક્ષત્ર છે.

 

લાભ પાંચમ જૈન જ્ઞાન પંચમી

કારતક સુદ-૫ બુધવાર તા.૨૫/૧૦/૨૦૧૭ના રોજ લાભ પાંચમ સવારે ૯:૩૯ સુધી છે. કુમાર યોગ રાત્રીના ૮:૪૯ સુધી શુભ છે. ચોઘડિયા: લાભ સવારે ૬:૪૯ થી ૮:૧૪, અમૃત ૮:૧૪ થી ૯:૪૦, શુભ ૧૧:૦૫ થી ૧૨:૩૧ સાંજે લાભ ૪:૪૭ થી ૬:૧૩ પેઢી ખોલવી. વ્યાપાર કાર્ય મશીનરીનો પ્રારંભ કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.