Abtak Media Google News

આજે હવે કેટલા દિવસ ઘરમાં થઈ ગયા. હવે કા તો બહાર જવું છે કા તો ઘરમાં કઈક ફેરફાર કરી મજા કરવી છે. હાલ આ લોકડાઉન વચ્ચે દરેકને આવા વિચાર આવતા હોય છે. ત્યારે હવે આ ચાર દિવાલ વચ્ચે તમને પણ આ રીતથી જીવવાની મજા આવશે જો તમારા ઘરમાં આવા નાના બદલાવ કરશો તો કંટાળો પણ નહીં આવે અને કામ કરવાનો આનંદ આવશે.

તામરા ઘરની સાફ સૂફી કરો

આજે નવરા હોય ત્યારે દરેક વ્યક્તિ કઈક નવું કરવાનું વિચારતા હોય છે. ત્યારે જો તામરા જ ઘરમાં અનેક એવા કબાટ કે નાની વસ્તુઓ હશે જેને તમે ક્યારેય સાફ કરવાનો સમય નહીં અપાયો હોય. તો આજે ઘરે રહી અને તેવી અનેક જગ્યા શોધો અને તેના પર નવરા રહી તેને સાફ કરો તેનાથી ઘણી નવી વસ્તુ અને યાદો સામે આવશે જે તમને ફરી પણ આનંદ અવશ્ય આવશે.

રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરો

આજે સમય જતાં દરેક વ્યક્તિ ઘરમાં સમય જતાં નવી વસ્તુ વસાવતા હોય છે. પણ સાથે તમારી મનગમતી સુગંધના રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરો. તેનાથી તમને કામ કરવાની મજા આવશે અને સાથે ઘરમાં પણ સદાય તાજગીની અનુભૂતિ થશે.

સંગીત સાથે જીવો

સમય જતાં જ્યારે કંટાળો આવે તો સંગીત એ એક એવી વસ્તુ છે જે જીવન સાથે ઘણી વાતને ભુલાવી દે છે અને ઘરના મહોલને બદલી નાખે છે. તો મન ગમતા સંગીતને સાંભળતા રહો અને તમારા જીવનને સમય સાથે બદલાવતા રહો.

ઓછી વસ્તુ બનાવી પરિવાર સાથે રહો

આજે દરેક વ્યક્તિને એક મૌકો મળ્યો છે. તો મોબાઇલ કરતાં પરિવાર સાથે રહો. દિવસને એક નિત્યક્રમમાં ગોઠવો અને વધુ વસ્તુઓ કરતાં થોડી વસ્તુ બનાવો અને પરિવાર સાથે મજા કરો અને આ મૌકાનો ફાયદો લઈ મોબાઇલનો ઉપયોગ થોડો  ઓછો કરતાં સાથે રહી આનંદ માળો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.