Abtak Media Google News

રૂ.૨૬ હજારની કિંમતની વિદેશી શરાબની ૧૬૪ બોટલ જપ્ત

શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી નજીક હિરામણનગરમાં રહેતા બુટલેગરના મકાનમાં બાતમી પરથી દરોડો પાડી રૂ.૨૬ હજારની કિંમતની ૧૬૪ બોટલ વિદેશી દારૂ ગાંધીગ્રામ પોલીસે ઝડપી, બુટલેગરની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી નજીક હીરામણનગર શેરી નં.-૧માં રહેતા રૂસ્તમ ઉર્ફે અબ્દુલ કાસમભાઈ શેખ નામના બુટલેગરે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેંચાણ માટે રાખ્યો હોવાની બાતમી ગાંધીગ્રામ પોલીસને મળતા પી.આઈ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ દરોડો પાડી રૂ.૨૬ હજારની કિંમતની ૧૬૪ બોટલ વિદેશી દારૂ સાથે પી.એસ.આઈ. જે.એમ.ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ વ્યાસ, વનરાજભાઈ લાબડીયા, કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઈ ધુધલ, કનુભાઈ બસીયા અને દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે બુટલેગર રસીમ ઉર્ફે અબ્દુલ શેખને ઝડપી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.