Abtak Media Google News

‘હમારા પાકિસ્તાન’ બોલીને બોલીવૂડનો વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ ગાયક મિકા સિંઘ ફસાયો છે. હંમેશા પોતાની હરકતો અને નિવેદનો કે બફાટ કરવાની ટેવનેક લઈને પંજાબી ગાયક મિકા સિંઘ સતત વિવાદો ઉભા કરતો રહે છે. આ રીતે તે પોતાના ગીત કરતા વધુ કોન્ટ્રોવર્સીને લઈને સમાચારોમાં કે લાઈમ લાઈટમાં રહે છે.

હવે વાત જાણે એમ છે કે વિદેશમાં પોતાના સ્ટેજ શોમાં ભારતીયની સાથે પાકિસ્તાની સમુદાયના લોકો પણ ડોલર પાઉન્ડ ખર્ચીને આવે તેવા ઈરાદાથી મિકા સિંઘે હમારા ભારતની સાથોસાથ કહી દીધું કે ‘હમારા પાકિસ્તાન’.

ટૂંકમાં પોતાના અંગત સ્વાર્થને ખાતર ‘હમારા પાકિસ્તાન’ બોલી જનાર મિકા ફસાયો છે. તેના પર સોશિયલ મીડિઆ (ટિવટર અને ફેસબૂક એકાઉન્ટ) પર ભારતીય લોકોએ છાણા થાપ્યા છે.

આગામી તા.૧૨ અને ૧૩ ઓગષ્ટના રોજ મિકા સિંઘનો શો અમેરિકાના શહેરો શિકાગો અને હ્યૂસ્ટનમાં છે. આથી ભારતીયોની સાથોસાથ પાકિસ્તાનના લોકોને પણ શોમાં આકર્ષવા માટે મિકાએ હમારા પાકિસ્તાન જાણી જોઈને બોલી નાખ્યું !                         

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.