Abtak Media Google News

ધ્રાંગધ્રામાં ક્ષત્રિય અગ્રણી ઇન્દ્રસિંહ ઝાલાના ગુરુવારે યોજાયેલા બેસણાથી પરત ફરતી વેળાએ ક્ષત્રિય અને ભરવાડ સમાજના જૂથની તકરાર થઇ હતી અને આ દરમિયાન થયેલા ફાયરિંગ અને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને એકની હત્યા કરાઇ હતી. હળવદ જીઆઇડી પાસે થયેલી જૂથ અથડામણમાં અન્ય બે સગાભાઇને ગંભીર ઇજા થતાં મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે 35થી વધુ વાહનોને આગ લગાડવામાં આવતા પરિસ્થિતિ તંગ બની ગઇ છે. હત્યાના પડઘા ધ્રાંગધ્રા, થાન અને સુરેન્દ્રનગર શહેરમાં પણ પડયા હતા. મિનિટોના સમયમાં સમગ્ર શહેર બંધ થઇ ગયુ હતુ. અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી.

હળવદ જૂથ અથડામણને પગલે STની 8 બસ ફસાઈ
મોરબી અને  હળવદ ખાતે દરબારો અને ભરવાડો વચ્ચે થયેલા જૂથ અથડામણને પગલે સૌરાષ્ટ્ર તરફથી આવતી જતી એસટી બસ સેવા ખોરવાઈ ગઈ હતી. મોડી સાંજે થયેલી અથડામણને પગલે હળવદથી અમદાવાદ તરફ આવતી 8 જેટલી એસટી બસ અથડામણ વચ્ચે ફંસાઈ ગઈ હતી. જો કે બસના ડ્રાઈવરો સલામત રીતે નજીકના પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. જ્યાંથી તમામ બસોને પોલીસ  બંદોબસ્ત સાથે સુરક્ષિત હાઈવે સુધી પહોંચાડવામાં આવી હતી. વધુમાં નિગમના સચિવે જણાવ્યું કે, ધ્રાંગધ્રા અને હળવદ ડેપોની બસો ડેપોમાં મોકલવાના બદલે હાઈવેથી બાયપાસ રિંગ રોડ થઈ રવાના કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.