Abtak Media Google News

નિયમો તોડતા લોકો પર કડક હાથે કાર્યવાહી કરાશે:પી.આઈ  દેકાવાડિયા

દિવાળીના તહેવારો બાદ કોરોના વાયરસ નું સંક્રમણ રોકેટ ગતિએ ફેલાઈ રહ્યું છે જેને કારણે રાજ્ય ના કેટલાક શહેરોમાં રાત્રી કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યું છે ત્યારે હળવદમાં પણ કોરોનાના કેસો માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જેથી આજે હળવદ પોલીસ દ્વારા કોરોનાના નિયમોને તોડના લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી અને ૧૭ જેટલા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે સાથે જ આ કાર્યવાહી આગામી દિવસોમાં વધુ અસરકારક બનાવવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે

તહેવારો બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે હળવદ પોલીસ દ્વારા શહેરના સરા નાકા પાસે માસ્ક બાંધ્યા વગર ફરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી સાથે જ પોલીસ દ્વારા આવતા દિવસોમાં પણ જે લોકો નિયમોને ગણકારતા નથી તેઓ પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેમ હળવદ પી.આઈ દેકાવાડીયાએ જણાવ્યું હતું.

હળવદમાં રવિવારે કોરોનાએ પણ રજા રાખી.!!

આમ તો દિવાળીના તહેવાર ગયા બાદ હળવદમાં દરરોજ પાંચથી છ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે જોકે ખરેખર તો જે કેસ નોંધાય છે તેના સાચા આંકડા બહાર આવતા જ નથી તે વાત જગજાહેર વછે ત્યારે આજે રવિવારે હળવદમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી નોંધાયો તે સારી વાત કહેવા  જોકે દર રવિવારે હળવદમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ મોટાભાગે નોંધાતો નથી એટલે કહી શકાય કે રવિવારે કોરોના પણ રજા રાખતો હશે.? આજની તારીખ સુધીની વાત કરીએ તો હળવદમાં સરકારી ચોપડે ૨૨૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલા છે જેમાં ૧૧ ના મૃત્યુ થયા છે અને ૧૯૯ દર્દી સ્વસ્થ થયા છે જ્યારે હાલ ૧૮ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.