Abtak Media Google News

ગત વર્ષની સરખામણી એ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા

કોરોનાની મહામારીને લઈ હળવદ માર્કેટ યાર્ડ ખાતે દરરોજના તાલુકાના રજીસ્ટ્રેશન કરાયેલા ૫૦ ખેડૂતોને જ પોતાની જણસો વેચવા માટે બોલાવવામાં આવતા હતા પરંતુ આજથી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું છે જેથી હળવદ ઉપરાંત બહારના તાલુકાના ખેડૂતો પણ ધાણા,જીરું,એરંડા,તલ સહિતનો પાક લઈ વેચવા માટે આવ્યા હતા જોકે ધાણા,જીરું,તલ અને એરંડા નો ભાવ યોગ્ય ન મળતા ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી છે

કોરોનાનુ  સંક્રમણ ન ફેલાય તે માટે  લોકડાઉનજાહેર કરાયું હતું જેને કારણે હળવદ માર્કેટ યાર્ડ લોકડાઉન-૧ અને ૨ માં સંપૂર્ણ બંધ રહ્યું હતું પરંતુ લોકડાઉનના ત્રીજા તબક્કામાં માર્કેટયાર્ડ દ્વારા બે ટોલ ફ્રી નંબર જાહેર કરાયા હતા જેમાં હળવદ તાલુકાના જ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા અને માર્કેટયાર્ડ દ્વારા દરરોજ ૫૦-૫૦ ખેડૂતોને પોતાની જણસો વેચવા માટે માર્કેટયાર્ડમાં બોલાવવામાં આવતા હતા પરંતુ  હવે હળવદ માર્કેટ યાર્ડમાં હળવદ તાલુકા ઉપરાંત બહારના તાલુકાના ખેડૂતોને પણ પોતાની જણસો વેચવા માટે છૂટછાટ આપવામાં આવી છે જેથી  હળવદ માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થયું છે

આ યાર્ડ માં હળવદ તાલુકા ઉપરાંત બહારના તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો તલ,જીરું,એરંડા અને ધાણા નુ વેચાણ કરવા માટે આવ્યા હતા જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ વધુ ઓછા મળતાં હોવાને કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી અને યોગ્ય ભાવ મળે તેવી માંગ કરવામાં આવી હતી હાલ હળવદ માર્કેટ યાર્ડ માં ધાણાના ૮૮૦થી ૧૧૮૬,તલના ૧૩૬૦થી ૧૬૬૮ રૂપિયા તેમજ એરંડાના ૬૪૦થી ૬૮૮રૂપિયા જ્યારે જીરૂના ૨૨૦૦થી ૨૫૦૪રૂપિયા સુધીનો ભાવ બોલાવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.