Abtak Media Google News

હળવદ ખાતે વકીલાતનો વ્યવસાય કરતા એક વકીલે ૨૦૧૮ની સાલમાં આરટીઆઇ હેઠળ એક અરજી કરી હતી. એ અરજીની અપીલ કોર્ટમાં નામંજૂર કરવામાં આવી હોવા છતાં છેક મે ૨૦૨૦માં એ અરજીના સંદર્ભમાં કોર્ટની સ્પષ્ટતા માંગતી વધુ એક અરજી કરતા કોર્ટે વકીલને હાલ ચાલી રહેલા નિયમોથી વિપરીત અરજી કરવા બદલ ૫ હજારનો દંડ ફટકાર્યો છે.

હળવદના વકીલ અશ્વિનભાઈ મલિકે ઓગષ્ટ ૨૦૧૮માં આરટીઆઇ અંતર્ગત એક અરજી કરી હતી. એ અરજી સામે એપેલેટ કોર્ટ મોરબીમાં નવેમ્બર ૨૦૧૮માં અપીલ દાખલ કરી હતી જે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હોવા છતાં મે ૨૦૨૦માં એ સંદર્ભે કોર્ટ પાસે સ્પષ્ટતા માંગતી પાયાવિહોણી તેમજ કોરોના સંદર્ભે લાગુ થયેલા નિયમો વિરુદ્ધ વધુ એક અરજી કરતા રૂ ૫૦૦૦નો કોસ્ટ હુકમ કોર્ટ તરફથી કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે અરજન્ટ અને ન્યાયિક કાર્યવાહી માટે જ મર્યાદિત સ્ટાફ સાથે જ્યારે કોર્ટ ચાલુ છે ત્યારે એક વકીલ હોવા છતાં આ સ્થિતિને અવગણીને જૂની અરજી સંદર્ભે કોર્ટ પાસે સ્પષ્ટતા માંગતી અરજીને લઈને કોર્ટે આ કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.