હળવદ: પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયાની પ્રદેશ ભાજપ ઉપપ્રમુખપદે નિયુકિત થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ

કાર્યકર્તાઓએ સરા ચોકડી ખાતે ફટાકડા ફોડી મોં મીઠા કરી નિમણુંકને વધાવી

પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ પદે જયંતીભાઈ કવાડિયાની પસંદગી છતા હળવદ ભાજપના કાર્યકર્તાઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓએ સરા ચોકડી ખાતે એકઠા થઇ ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરી કવાડિયા ની નિમણૂક ને વધાવી લીધી હતી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં હળવદ ધાંગધ્રા ના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પુર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા ની પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદે નિમણૂક થતા હળવદ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી છવાઇ છે કાર્યકર્તાઓ હળવદ સરા ચોકડી ખાતે એકઠા થઇ ફટાકડા ફોડી જયંતીભાઈ કવાડીયા ને પ્રદેશ ભાજપ ના સંગઠનમાં પસંદગી થતાં અભિનંદન પાઠવ્યા હતા

આ ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, શહેર પ્રમુખ અજય ભાઈ રાવલ,પાલિકાના કારોબારી ચેરમેન અશ્વિન ભાઈ કણજરીયા ,રમેશભાઈ ભગત, સંદીપભાઈ પટેલ ,હિતેશભાઈ લોરીયા, નવીનભાઈ પટેલ, વિજયભાઈ પટેલ ,અશોકભાઈ પ્રજાપતિ ,રવિભાઈ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા

Loading...