Abtak Media Google News

ધારાસભ્ય પરસોતમભાઇ આબરીયા અને પૂર્વ તાલુકા પંચાયત  પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથેની બેઠકમાં ખેડૂતોએ કરેલી રજુઆત

હળવદ તાલુકાના ગામડાઓમાં ખેડૂતોની કિંમતી જમીન પરથી પ્રાઇવેટ કંપની વિઝલાઇન પસાર કરી રહીછે જેમા ખેડૂતોને વળતર બાબતે કોઇ ચોખવટ ન થતા ખેડૂતો યોગ્ય વળતર મળે તેવી માંગ કરી રહ્યાછે બે દિવસ પહેલા આ બાબતે હળવદ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યુ હતુ ત્યારે આજે  ધારાસભ્ય સાથે ખેડૂતોએ મીટીંગ કરી અને ખેડૂતોની સાથે રહેવા અપીલ કરી હતી જેથી ધારાસભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પણ ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે આગામી દિવસોમાં જિલ્લા કલેકટરને ખેડૂતો સાથે રહી રજૂઆત કરશે તેવું કહ્યું છે

હળવદ તાલુકાના ઢવાણા, કોયબા, ઘનશ્યામપુર, રાણેકપર, માનસર, રણજીતગઢ, પ્રતાપગઢ સહિતના ગામોમા ખેડૂતોની જમીન પરથી લાકડીયા-વડોદરા ૭૬ વિઝલાઇન પસાર થઇ રહેશેે પરંતુ આ કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટેની કોઈ ચોખવટ કરવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

ત્યારે આ બાબતે કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપે તે માટે થઈ તાલુકાના ખેડૂતોએ બે દિવસ પહેલા હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે આજે ખેડૂતોએ હળવદ ખાતે આવેલ ધારાસભ્યની કાર્યાલય ખાતે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે એક બેઠક યોજી હતી અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી જેથી ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ ધારાસભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે ખેડૂતો સાથે રહી આગામી દિવસોમાં જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.