Abtak Media Google News

જીઆઇડીસીના વેપારીઓ દ્વારા કરવામાં આવી કામગીરી:પાલિકા નિષ્ક્રીય

હળવદના સર્કિટ હાઉસ થી હળવદ શહેર તરફ આવતા ટીકર રોડના વળાંક સુધ ના રસ્તા પર દરરોજ મીઠું ભરીને નીકળતા ટ્રકોમાંથી મીઠું નીચે પડતું હોવાથી અકસ્માતના બનાવો બની રહ્યા હતા જેથી આ  બાબતની રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે આજે હળવદ જીઆઇડીસીમાં રહેલા મીઠાના વેપારીઓએ પોતાના ખર્ચ પાણીના ટેન્કરો દ્વારા રોડને ધોવાની કામગીરી હાથ ધરાઇ હતીહળવદ શહેરના સર્કિટ હાઉસ થી ટીકર રોડના વળાંક સુધી ના રોડ પર ટીકર,કિડી તરફથી મીઠું ભરી આવતી ટ્રકો આ રોડ પરથી પસાર થતી હોય જેને કારણે મીઠું રસ્તા પર ઢોળાતા વહેલી સવારે અને મોડી સાંજે આ રોડ પર ચીકાશ વધુ પકડી લેતા ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હતા  હળવદ જીઆઇડીસી મીઠા ના વેપારીઓ દ્વારા આ રોડને પાણીના ટેન્કરો બોલાવી ધોવામાં આવ્યો છે

પાલિકાનુ ફાયર ફાઇટર માત્ર શોભાના ગાંઠીયા સમાન..!

હળવદના શહેરીજનોની આપાતકાલીન સમય માટે ફાળવવામાં આવેલ ફાયર ફાઇટર માત્ર શોભાના ગાઠીયા સમાન ગણી શકાય કારણકે ગતકાલે એક સામાજિક કાર્યકર દ્વારા મામલતદારની સાથે નગરપાલિકાને પણ રજૂઆત કરાઇ હતી કે, બાપા સીતારામ મઢુલીથી જીઆઇડીસી સુધીના રોડ પર ચાલુ ટ્રકમાંથી મીઠું પ્રસરતુ હોવાના કારણે રોડ પર ચીકાશ થતાં દ્વિચક્રી વાહનોના અકસ્માતના બનાવો સામે આવ્યા છે અને પાલિકાના ફાયર ફાઇટર દ્વારા રોડનુ ધોવાણ કરવામાં આવે તો વાહન ચાલકોના થતાં અકસ્માત અટકાવી શકાય.

પરંતુ શહેરીજનોની ચિંતા છોડી પાલીકાના અધિકારીઓ કે બની બેઠેલા નેતાઓએ જરીક પણ હમદર્દી ન દાખવતા શહેરીજનોમાં આ ફાયર ફાઈટર માત્ર શોભાના ગાઠીયા સમાન હોય તેવો સૂર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.