Abtak Media Google News

મામલતદાર કચેરીએ સુત્રોચ્ચાર કરાયા: દલિતોને ન્યાય આપવાની માગ

 

રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ દ્વારા હળવદ મામલતદાર કચેરીએ પાટણમાં બનેલી દુ:ખદ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આજે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યો હતા. આ બાબતે દલિતોને જમીન આપી ન્યાય આપવા તેમજ પાટણ જેવી ઘટના પુન: ન બને તેવી માંગ કરવામાં આવી હતી.

પાટણ જિલ્લા કલેકટર કચેરીએ સામાજિક કાર્યકર ભાનુભાઈ વણકરે જમીન પડતર માગણી સંદર્ભે ઘણા સમયથી તેઓ કલેકટરને લેખિત રજૂઆતો કરી હતી આ ઉપરાંત તેઓએ આત્મવિલોપમની ચિમકી અને લેખીતમાં કલેકટર, જિલ્લા પોલીસ વડ, માહિતી આપેલ આમ છતાં જિલ્લા કલેકટર કચેરીએ પોલીસ ખાતું, અગ્નિ શામક દળ હાજર હોવા છતાં સામાજિક કાર્યકર ભાનુભાઇએ ત્યાં પોતાની જાતને સળગાવી આત્મવિલોપન કરેલ તેમ છતાં ત્યાં ઉપસ્થિત તંત્રએ આંખ આડા કાન કરેલા અને અંતે સામાજિક કાર્યકર ભાનુભાઈ વણકરે જીવ ગુમાવ્યો આથી તેઓને યોગ્ય ન્યાય મળે અને જમીન બાબતની તાત્કાલિક માગણીઓને પુરી કરી નરી આંખે દેખતા જવાબદાર અધિકારીઓ પર ભારતીય સંવિધાન અનુસાર એટ્રોસીટી એકટ મુજબ કેસ દાખલ કરવામાં અને નોકરી પરથી બરતરફ કરવામાં આવે તેવુ આવેદનપત્રમા જણાવ્યું હતું. આ ઉપરાંત હાલમાં ભાનુભાઈના પરિવાર અને સમગ્ર સમાજની માગણી સ્વીકારવામાં આવે તેવી રજૂઆત આજે હળવદ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.