Abtak Media Google News

આપણા મલકમાં માયાળુ માનવી, માયા મેલીને ફરી જાશું મારા મહેરબાન, હાલોને આપણા મલકમાં…

આ પંક્તિ પાણીના અભાવે હિજરત કરતા માલધારીઓની છે. આ પંક્તિથી હિજરતનો દર્દ વર્ણવે છે સાથે આડકતરી રીતે પાણીની કિંમત પણ સમજાવે છે. પાણીની અછતથી સમાજના એક વર્ગે પોતાની માતૃભૂમિને પણ ત્યજી દેવી પડતી હોય આપણા જીવનમાં પાણીનું શુ મહત્વ છે તે શબ્દોથી વર્ણવવુ અશક્ય છે. આ વર્ષે મેઘ મહેર થતા સર્વે જગ્યાએ પાણી-પાણી થઈ ગયું છે. સારો એવો જળ સંગ્રહ થયો છે.

ઉપરોક્ત તસ્વીર લાલપુર અને ગોપ ગામ વચ્ચે આવેલા કેરાજા ચેકડેમના જળવૈભવની છે. આ જળવૈભવ અનેક ખેડૂતોના હાશકારાનો સાક્ષી છે.

જેને નિહાળીને અનેક ખેડૂતોને હૈયે હાશકારો થયો છે અને મન મલક-મલક થયું છે. ખેતરની નજીકમાં પાણીનો સારો એવો સંગ્રહ હોય એનાથી વધુ બીજું ખેડૂતને શુ જોઈ. બસ આ દ્રશ્ય જોઈને જ ખેડૂતની આત્મા તૃપ્ત થઈ જાય અને મબલખ ઉત્પાદનની આશા બંધાઈ જાય. આ વર્ષ ખેડૂતો માટે પાણીદાર રહ્યું છે. પાણીના સંગ્રહના આ દ્રશ્ય આત્મનિર્ભરતા પણ દર્શાવે છે. પાણી સંગ્રહથી એગ્રીકલ્ચર, ટુરિઝમ સહિતના અનેક ક્ષેત્રોમાં પ્રગતિ દેખાશે. ઉપરાંત આ પાણીના દ્રશ્યો વિદેશ ભણી જતા લોકોને એવો સંદેશ પણ આપે છે કે માયા મેલીને અહીંથી ન જવાય. અહીં જ માયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.