Abtak Media Google News

ગુજરાતના ૩૩૮૭ તલાટી મંત્રીઓની બેદરકારી ભરી કામગીરી બદલ ખેડુત સમાજનું આવેદન

રાજ્યમાં  દ્વારા રેવન્યુ તલાટી મંત્રીની નિમણુંક કરવામાં  છે પણ દરેક રાજ્ય ના દરેક ગામડાઓ માં તલાટી મંત્રી મામલદાર કચેરી એ જ બેસી પોતાની કામગીરી કરી ખેડૂતોને હેરાન કરી રહ્યા અંગે  આવેદન ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આપવામાં આવેલ હતું

રાજ્યમાં ૩૩૮૭ રેવન્યુ તલાટી મંત્રીની સરકાર દ્વારા ભરતી કરવાંમાં આવેલ છે જેમાં તે લોકોએ સોમવાર થી બુધવાર સુધી સેજાના મથકે કચેરીમાં હાજરી આપવાની હોઈ તેમજ ગુરુવારે મામલદાર કચેરીએ અને શુક્રવારે તેમજ શનિવારે પોતાના ક્ષેત્રીય કામગીરી કર્વનાઈ હોઈ છે અને તેના ટેબલ પર પોતાનું નામ અને ફોટો લગાડવાનો હોઈ છે પણ આ ગુટલીબાજ તલાટી મંત્રીઓ કોઈ ગામડાઓની મુલાકાત લેવાને બદલે મોટા ભાગે મામલદાર કચેરીએ બેઠા જોવા મળે છે અને ગામડાઓ માં જઈ છીએ તેમ કહી પોતાના અંગત કામે વગર રજા એ ભાગી જતા જોવા મળે છે આ અંગે ખેડૂત સમાજના રાજકોટ જિલ્લાના પ્રમુખ ચેતનભાઈ ગઢીયા ની આગેવાની હેઠળ મામલદારને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ હતું.

Img 20180906 Wa0002જેતપુર તાલુકાના ખેડૂતો દ્વારા આજે આવેદન આપવા આવેલ એ પેહલા મામલદાર કચેરીના રેવન્યુ તલાટી ની કચેરીમાં જતા ત્યાં એક પણ રેવન્યુ તલાટી જોવા મળેલ ન હતા ત્યાર બાદ મામલદાર ની હાજરી માં એક પછી એક તલાટી ની ફોન કરતા તેવો નવા નવા બહાના કાઢવા લાગયા હતા.ખેડૂતો દ્વારા મામલદાર કચેરીએ એક પણ રેવન્યુ તલાટી મંત્રી હાજર જોવા ન મળતા ખેડૂત સમાજના પ્રમુખ ચેતનભાઈ એ મામલદાર ની હાજરીમાં ફોન કરતા તલાટી મંત્રી ખેડૂત સાથે ગેરવર્તન કરતા મામલદાર વાળૂકીયાએ ફોન પોતાના હાથ માં લઇ તલાટી મંત્રીની ઝાટકણી કરતા તેને પોતે સી.એલ રજા મૂકે છે અને મામલદાર સમક્ષ માફી માંગી હતી

ખેડૂત સમાજ દ્વારા જે આવેદન આપી લેખિત તેમજ મૌખિક જે રજુવાતો કરવામાં આવેલ છે તે અંગે રેવન્યુ તલાટી મંત્રીઓ ની મિટિંગ બોલાવવામાં આવશે અને જે તલાટી મંત્રી ગુટલીબાજી કરે છે તેમના પર પગલાં લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.