Abtak Media Google News

વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ૧૦ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૨ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૧ મીમી વરસાદ પડયાનું નોંધાયું: ભારે પવનનાં કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

રાજકોટમાં ગઈકાલે રાત્રે ભારે પવન સાથે સતત અડધા કલાક સુધી વરસાદ વરસ્યો હતો. મીની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરનાં અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. ન્યુ રાજકોટમાં અડધો ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જયારે જુના રાજકોટ અને સામાકાંઠા વિસ્તારમાં માત્ર હળવા ઝાપટા પડયા હતા. ભારે પવન સાથે તોફાની વરસાદમાં મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે તમામ ૧૮ વોર્ડમાં ટીમો દોડાવી હતી અને તાત્કાલિક વરસાદી પાણીનાં નિકાલ અને સફાઈની કામગીરી હાથ ધરવા સુચના આપી હતી. જેના પગલે મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે તમામ ૧૮ વોર્ડમાં રાતોરાત જે તે વોર્ડની ટીમોને વોર્ડના વિસ્તારોમાં દોડાવી હતી. ઉપરાંત ત્રણેય નાયબ કમિશનરો અને ત્રણેય ઝોનના સિટી એન્જી.ઓ પણ શહેરમાં અલગ અગલ વિસ્તારમાં ફર્યા હતા, અને વરસાદી પાણીના નિકાલ માટે ત્વરિત કામગીરી થાય તે સુનિશ્ચિત કર્યું હતું. વિશેષમાં વરસાદને પગલે જ્યાં ક્યાંય પણ ખાડા-ખાબોચિયામા પાણી ભરાયા હોય તો તેનો તુરંત નિકાલ કરાવી ખાડા બુરવાની કામગીરી પણ શરૂ કરવા સુચના આપી હતી. તેમજ વરસાદને કારણે શહેરમાં કાદવ કીચડની સફાઈ કામગીરી પણ સત્વરે થાય તે માટે સંબધિત અધિકારીઓને આદેશ કર્યા હતા. સાથોસાથ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ આજ સવારે વિવિધ વિસ્તારોમાં થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા જુદા જુદા વોર્ડમા રૂબરૂ સાઈટ વિઝિટ કરી હતી. મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, ગઈ કાલે રાતે પડેલ વરસાદ વખતે તમામ વોર્ડની ટીમોને તેઓના વિસ્તારમાં મોકલવાની કવાયત ચોમાસાના આગામી દિવસોમાં જયારે પણ ભારે વરસાદની સ્થિતિ સર્જાય તેવા સંજોગોમાં પણ ત્વરિત અને સમયસર કામગીરી થાય તે સુનિશ્ચિત કરવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી.

Img 20200606 Wa0057

મ્યુનિ. કમિશનર જણાવ્યું હતું કે, શહેરના ઈસ્ટ ઝોનના ૮૦ ફૂટ રોડની દુકાનો શો રૂમ આજુબાજુ, રણછોડનગર, પેડક રોડ, આશાપુરાનગર, સુર્યદીપ સોસાયટી, સંત કબીર રોડ, ચંપકનગર, સીતારામ ચોક, સાગર મેઈન રોડ, ભગવતીપરા મેઈન રોડ, મોરબી રોડ પાસે, જુના મોરબી રોડ, નારાયણ નગર- ઊજછ પાસે અને સોલવન્ટ રોડ પર વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનના કલેકટર ઓફિસ, જામ ટાવર રોડ, જામનગર રોડ, ખુટારા સ્ટેન્ડ પાસે, એકનાથ રાનડે સ્કુલ પાસે, ગુરુનાનક હોલ પાછળ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે અને માનસતા ગાર્ડન પાસે વિગેરે વિસ્તારોમાંથી પાઈપ ગટર અને ચરેડા દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવેલ તેમજ નાલાની સફાઈ હાલ ચાલુ છે.

Img 20200606 Wa0024

વેસ્ટ ઝોનના લાખના બંગલા પાસે, ભારતીનગર, ૧૫૦ ફૂર રિંગ રોડ, વોર્ડ નં. ૮ની ઓફિસ પાસે, સત્ય સાઈ રોડ, રવિરત્ન ગાર્ડન પાસે, ગોપાલ ચોક, શક્તિ ટી સ્ટોલ કાલાવડ રોડ પાસે, ઓ.બી.સી. ટાવર પાસે, અંબિકા ટાઉનશીપ બ્રિજ વિગેરે વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેઈન પાઈપ મારફતે વરસાદી પાણીનો નિકાલ કરાવેલ છે, આ માટે સ્પીડ બ્રેકરની બાજુમાં જે.સી.બી. વડે ચરેડા પણ બનાવવામાં આવ્યા હતા. અંબિકા ટાઉનશીપ પાસે રોડની સાઈડમાં પડેલ રબીશ ઉપાડી પાણીનો નિકાલ કરેલ. જયારે રાધે હોટલ, શ્યામ પાર્ક અને નંદનવન સોસાયટી વિસ્તારોમાં રોડ લેવલીંગની ફરિયાદો મળેલ જેના નિકાલ માટે જે.સી.બી. દ્વારા રોડ લેવલીંગની કામગીરી હાથ ધરવા કાર્યવાહી ચાલુ કરાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.