Abtak Media Google News

તમામ સમાજને સાથે રાખી પક્ષમાં કામ કરવાનું સ્વપ્ન : જિલ્લા ઉપ પ્રમુખ

હળવદમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને  મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને હળવદ ગ્રામ્ય વિસ્તારના પ્રભારીનો ૫૦મા જન્મ દિવસ  નિમિત્તે ગરિબ અને મધ્યમ વર્ગના બાળકોને મીઠાઈ  અને બિસ્કિટ આપીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. આજના આધુનિક યુગમાં લોકો જન્મદિવસ નિમિત્તે ફાઇવ સ્ટાર હોટલોમાં ખોટા ખર્ચા કરીને પૈસા વેડફે છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખે જરૂરિયાતમંદ લોકો વચ્ચે જન્મ દિવસની ઉજવણી કરી સમાજને નવો રાહ ચિધ્યો હતો.
Img 20180525 Wa0007
હળવદના દરેક લોકોપયોગી કાર્યમાં અગ્રેસર રહેલા અને સરળ સ્વભાવ ધરાવતા તાલુકા ભાજપના પ્રભારી વલ્લભભાઈ પટેલને જન્મ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા અને પ્રદેશ ભાજપના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી. હળવદ તાલુકાના રાતાભેર ગામના વતની વલ્લભભાઈ પટેલ નાનપણથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવા અને તમામ સમાજને સાથે રાખી પક્ષમાં કામ કરવાનું તેમનું સ્વપ્ન હતુ.
Img 20180525 Wa0008આજના આધુનિક યુગમાં યુવા ધન અને અન્ય સમાજના લોકો જન્મ દિવસ નિમિત્તે આલિશાન હોટલો અને રેસ્ટોરન્ટમાં કેક કાપીને  સગાંવહાલાં અને સ્નેહીજનોને આમંત્રણ આપીને ખોટા ખર્ચા કરી સમય વેડફે છે ત્યારે હળવદ તાલુકાના રાતાભેર ગામના વતની અને હાલ હળવદના ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા અને છેલ્લા  ૨૦ વર્ષથી ભાજપનો ભગવો ધારણ કરેલા તેમજ વિવિધ સંગઠનોમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો  તરીકે રહી ચુકેલા અને હાલ મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને હળવદ તાલુકા ગ્રામ્ય વિસ્તારના પ્રભારી વલ્લભભાઈ પટેલનો ૫૦મા જન્મ દિવસ નિમિત્તે હળવદના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મીઠાઈ અને બિસ્કિટ આપી જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.