Abtak Media Google News

નિવૃત આર્મીમેનના રૂ. ૧.૬૦ લાખ અને માનસર દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીના રૂ. ૭૦ હજાર સેરવી લીધાની કબુલાત

હળવદ પોલીસે આજે બેંક પાસે બનેલી બે ઉઠાંતરીનો ભેદ ઉકેલવા માટે માલધારીનો વેશ ધારણ કર્યો હતો અને હળવદની સેન્ટ્રલ બેંક પાસે આ રીતે વોચ ગોઠવીને પોલીસે મહારાષ્ટ્રના ઉઠાવગીર શખ્સને દબોચી લીધો હતો.પોલીસની પૂછપરછમાં તેણે એક્સ આર્મીમેનના રૂ ૧.૬૦ લાખ અને માનસર દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીના રૂ.૭૦ હજાર બેંકમાંથી ઉપાડીને બહાર નીકળ્યા બાદ પીછો કરીને સેરવી લીધા હોવાની ચોકાવનારી કબૂલાત આપી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર હળવદ શહેરમાં જુદીજુદી બેંકોમાંથી પૈસા ઉપાડીને બહાર નીકળતા લોકોનો પીછો કરીને કોઈ અજાણ્યા શખ્સો રોડક રકમની ઉઠાંતરી કર્યાના બે બનાવો છેલ્લા ૧૫ દિવસના અરસામાં બન્યા હતા.જેમાં હળવદના કિડી ગામના એક્સ આર્મીમેન ૧૬ દિવસ પહેલા હળવદની બેકમાં રૂપિયા ઉપાડવા આવ્યા હતા અને તેઓ બેંકમાંથી રૂ.૧.૬૦ લાખની રોડક ઉપાડીને પરત જઈ રહ્યા હતા ત્યારે શહેરમાં આવેલ ગીની ગેસ્ટહાઉસ પાસે કોઈ અજાણ્યો શખ્સ તેમની નજર ચુકવીને રૂ.૧.૬૦લાખની રોડક ભરેલો થયેલો ઉપાડીને ફરાર થઈ ગયો હતો. આવી જ રીતે માનસર દૂધ મંડળીના મંત્રી બેંકમાં થી રૂ.૭૦હજાર ઉપાડી ઘરે જતા હતા ત્યારે શરણેશ્વર મહાદેવના મંદિર પાસે થી બાઈકની ડેકીમાથી સેરવી આરોપી નાશી ગયો હતો જેથી  હળવદ પોલીસ દ્વારા બંને ચોરીના બનાવમાં એક જ મોડસ ઓપરેન્ટી લાગતા પોલીસને શંકા ગઈ હતી કે આ બંને ચોરીના બનાવને કોઈ એક ટોળકી દ્વારા જ અંજામ આપવામાં આવ્યો છે જેથી પોલીસ દ્વારા શહેરમાં આવેલ જુદી જુદી બેંકમાં માલધારીનો વેશ ધારણ કરી ખાનગી રાહે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે શહેરની સેન્ટ્રલ બેન્ક પાસેથી આરોપી આનંદ રામભાઇ નાયડુ રહે મહારાષ્ટ્ર શંકાસ્પદ રીતના પસાર થતાં તેને અટકાવવાનો પ્રયાસ કરાતા આરોપીએ મુઠીયુ વાળી હતી જેથી પોલીસ દ્વારા તેની પાછળ દોડી મહામહેનતેત શખ્સ ને ઝડપી લીધો હતો ઝડપાયેલા શખ્સની આકરી પૂછપરછ કરતા ઉપરોક્ત બંને ચોરી કર્યા નું ખૂલવા પામ્યું હતુ હાલ પોલીસ દ્વારા આરોપી અન્ય કઈ કઈ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે તેમ જ આરોપી સાથે હજુ કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે

શહેરમાં બનેલ બંને ચોરીના બનાવને વહેલી તકે ઉકેલી નાંખવા પી.આઈ એમ.આર સોલંકી, પીએસઆઇ પી જી પનારા, યોગેશ દાન ગઢવી, બીપીનભાઈ પરમાર, મુમાભાઈ કલોત્રા, ચંદુભાઈ ઈંદરીયા, કમલેશભાઈ ડેડાણીયા, ભરતભાઈ રબારી, ગંભીરસિંહ ચૌહાણ, કિરીટભાઈ જાદવ સહિતનાઓએ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.