Abtak Media Google News

હળવદ નજીક પોલીસની કારને ઠોકર મારી નાસી છૂટેલા ખુંખાર અપરાધિઓને પકડવા પોલીસે પ્રજાની મદદ લીધી

ચૂંપણી,ખેતરડી,સુંદરી ભવાની,ગોલાસણ,માથક, દિઘડીયા ગામના ગ્રામજનોએ ટ્રેકટર, ગાડા રસ્તા આડે ગોઠવી બહાદુરીથી સામનો કર્યો

હળવદ :મોરબીમાં ધોળા દહાડે બંદૂકની અણીએ બેંકમાં લૂંટ કરી નાસી છૂટેલા ખુંખાર અપરાધિઓ ગણતરીની કલાકોમાં ઝડપાઇ ગયા છે પરંતુ હથિયારથી સજ્જ આ લૂંટારૂ ચંડાળ ચોકડીને ઝડપી પાડવામાં હળવદ પોલીસ અને ગ્રામ્યપ્રજાજનોની જાગૃતતા અને હિંમત કાબિલે દાદ રહી હતી અને ખરા અર્થમાં પ્રજા અને પોલીસ મિત્ર છે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ આવેલી બેન્ક ઓફ બરોડામાં બંદૂકના નાળચે છ એક લાખની લૂંટ કરી સ્વીફ્ટ કારમાં નાસી છુટેલ લૂંટારૂઓને પકડી પાડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી અને લૂંટારૂ હળવદ તરફ નાસ્યા હોવાની હકિકત મળતા હળવદ પોલીસ સ્ટાફના ઝાંબાઝ અરવિંદભાઈ જાપડીયા,કિરીટભાઈ જાદવ,ભરતભાઈ ચરમટા,અરજણભાઈ ભરવાડ, ભરતભાઇ આલ, અને બીપીનભાઈ પરમારે મોરબી ચોકડી નજીક વોચ ગોઠવી હતી.

લુટારુ ઓ મોરબી થી હળવદ પહોચતા હાજ પોલીસ ને જોઈને પરિસ્થિતિ પામી ગયેલા લૂંટારુઓએ પોલીસને જોઈ કાર પુરપાટ ઝડપે હંકારી પોલીસના વાહનને ઠોકર મારી હળવદના ગ્રામ્ય વિસ્તાર તરફ ગાડી ફંટાવી હતી.

Whatsapp Image 2020 02 21 At 10.21.42 Am 1

બીજી તરફ હળવદ પોલીસની ટીમ પણ લૂંટારૂ ટોળકીથી એક કદમ આગળ નીકળી પળવારનો પણ વિલંબ કર્યા વગર ચુપણી,ખેતરડી,રામપરા,સુદરી ભવાની,માથક,ગોલાસણ, દિઘડીયા સહિત ના ગામડાના લોકોને લૂંટની ઘટનાથી વાકેફ કરી લૂંટારૂ ટોળકી તેમના ગામ તરફ આવતી હોવાથી કોઈપણ ભોગે રોકવા જણાવ્યું હતું.

અને હળવદ પોલીસ જવાનોના એક ફોનથી ચુપણી,ખેતરડી,રામપરા,સુદરી ભવાની,માથક,ગોલાસણ સહિત ના ગામડાના લોકો રસ્તા ઉપર ઉતરી આવી ટ્રેક્ટર,ગાડાઓ ગોઠવી દીધા હતા અને લૂંટારૂ ચંડાળ ચોકડી નીકળતા જ હોહા ગોકીરા સાથે તેમનો પીછો કર્યો હતો.

વધુમાં ખેતરડી ગામ નજીક ગ્રામજનોએ અને પોલીસે બહાદુરીથી લૂંટારૂઓનો સામનો કર્યો હતો અને હળવદ પોલીસ ના જાંબાજ ભરતભાઇ ચરમટા તેમજ અરજણભાઈ ભરવાડ એ તો લુટારા પાસે હથિયાર હોવા છતાં રીતસર બથો-બથ આવી ગયા હતા અને જીવના જોખમે ચારેય ને પોલીસ ગિરફતમાં લેવામાં મદદરૂપ બન્યા હતા.

આમ,આજની ચકચારી લૂંટની ઘટનામાં હળવદ પોલીસને મદદરૂપ બની હળવદ પંથકના ગ્રામજનો એ પોલીસ અને પ્રજા મિત્ર હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.