Abtak Media Google News

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કરેલી “વન નેશન – વન રેશન” યોજનાને ગુજરાતના પુરવઠા મંત્રી તરીકે હકુભા જાડેજાએ આવકારી છે.

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે જે જાહેરાત વન નેશન વન રેશન યોજનાની કરેલ છે તેને ગુજરાત સરકારના અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) એ આવકારી જણાવ્યું હતું કે, આ યોજનાથી ગુજરાતની જનતા સાથે પ્રવાસી શ્રમજીવીકોને ખૂબ જ લાભ થશે. આજના પેકેજમાં પરપ્રાંતિય શ્રમિકો, ખેડૂતો અને ફેરીયાઓનો સમાવેશ કરાયો છે. જે બદલ હું કેન્દ્રીય નાણામંત્રી  નિર્મલા સીતારમણને અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરૃં છું.

તેમણે કહ્યું કે, ઓગસ્ટ-ર૦ર૦ સુધી આખા દેશમાં વન નેશન વન રેશન યોજના લાગુ થશે. અર્થાત કોઈપણ રાજ્યમાં પોતાનું રેશન લઈ શકશે. માર્ચ-ર૦ર૧ સુધી ૧૦૦ ટકા કાર્ડ ધારકોને આ સુવિધા મળી જશે. એનએફએસએ હેઠળ જે નથી આવતા તેમ જ કોઈ પણ જાતનું રાજ્યનું રેશન કાર્ડ નથી તેવા ૮ કરોડ પ્રવાસી શ્રમિકોને પ્રતિ પરિવાર ર મહિના માટે પ કિલો ઘઉં અવા ચોખા અને ૧ કિલો ચણા મળશે. આ માટે ૩પ૦૦ કરોડ ફાળવાયા, પ્રવાસી શ્રમિકોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત પ્રવાસી મજૂરોને કોઈપણ રાજ્યમાં ફ્રી માં બે મહિના સુધી અનાજ મળશે. પ્રવાસી મજૂરોને મનરેગામાં કામ આપવામાં આવી રહ્યું છે. ર.૩૩ કરોડ પ્રવાસી મજૂરોને પંચાયતમાં કામ મળશે. મનરેગામાં પ૦ ટકા સુધી અરજીઓ વધી છે. જેમાં રોજના વેતનમાં વધારો કરીને ર૦ર રૂપિયા કરવામાં આવ્યું છે. ઘરબાર વિનાના કામદારોને અર્બન સેન્ટરમાં સરકાર રોજના ૩ ભોજન આપે છે. સરકાર કામદારોની સારસંભાળ માટે કામ કરી રહી છે. ૧ર૦૦૦ સેલ્ફ હેલ્પ ગુપ્સે ૩ કરોડ માસ્ક બનાવ્યા છે. શહેરના ગરીબ લોકો પણ કોરોના સામે લડત આપી રહ્યાં છે. ૭ર૦૦ નવા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ બનાવવામાં આવ્યા છે. જેમને કેન્દ્ર સરકારની મદદ મળે છે. જેઓ કામદારોની મદદ કરશે. સબવેશન સ્કીમનો સમયગાળો વધારીને ૩૧-મે સુધીનો કરવામાં આવ્યો છે. આ સાથે જ રપ લાખ ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ આપવામાં આવશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દેશની આત્મનિર્ભર બનાવાની યોજનામાં કેન્દ્રિય નાણામંત્રી  નિર્મલા સિતારમણની જાહેર કરાયેલી યોજનાઓથી જામનગર સહિત સમગ્ર ગુજરાતની જનતા સો-સો પ્રવાસી શ્રમજીવીકો માટે આશીર્વાદરૂપ બનશે તેમ ગુજરાત સરકારના અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજાએ જણાવ્યું હતું.

વ્હાઈટ હાઉસમાં શાંતિ પાઠનું આયોજન આપણા માટે ગર્વની વાત: ધર્મેન્દ્રસિંહ જાડેજા

સંસ્કૃતિ એટલે સભ્યતા, ભારતીય સંસ્કૃતિ કે જેને ’હિન્દુ સંસ્કૃતિ’, ’આર્ય સંસ્કૃતિ’ કે ’સનાતન ધર્મ સંસ્કૃતિ’ તરીકે ઓળખાય છે તે દિવ્ય છે કારણ કે આ સંસ્કૃતિનો ઉદ્ભવ ભગવાનની દિવ્ય શક્તિી થયો છે અને તેને પોષણ દેવતાઓ, મહાન અનવતારો, મહાન ઋષિઓ/સંતો અને ભક્તોએ આપ્યું છે.

તાજેતરમાં જ સમગ્ર ભારત ગૌરવ લઈ શકે તેવો ધાર્મિક ક્ષેત્રે બનાવ બન્યો કે સમગ્ર વિશ્વની મહાસત્તા અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારીના સંદર્ભમાં વાઈટ હાઉસમાં તમામ ધર્મની ધાર્મિક વિધિ કરાવવામાં આવી હતી. જેમાં આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિને માન-સન્માન આપી, બી.એ.પી.એસ.ના સંતો દ્વારા શાંતિ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાી સિદ્ધ થાય છે કે વિશ્વની સૌથી મોટી મહાસત્તા એ પણ આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિને સન્માનિત કરી છે. તે સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવની વાત છે. તેમ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) એ એક નિવેદનમાં જણાવ્યું છે.

લોકડાઉન બાદ ગુજરાત ફરી ધમધમતું થશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ જાહેર કરેલી આત્મનિર્ભર ગુજરાત સહય યોજનાને રાજ્યમંત્રી હકુભા જાડેજાએ આવકારી છે.

જામનગરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી હકુભા જાડેજાએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા પછી અને કેન્દ્રિય નાણામંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. જેને હું જામનગર જિલ્લાની જનતા વતી આવકારૂ છું. આ યોજનાનો લાભ ૧૦ લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેંકો પાસેથી લોનની વ્યવસથા પણ કરવામાં આવી છે. બેંકો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. ૧ લાખ રૂપિયાની લોન ર ટકાના વાર્ષિક વ્યાજે મળશે, જ્યારે ૬ ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્લ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

તેમણે કહ્યું કે, આ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ યોજનાનો લાભ જામનગર શહેર અને જિલ્લાની જનતાને વ્યાપક પ્રમાણમાં મળશે જેથી નાના અને મધ્યમ વર્ગના લોકોને માટે આ રકમી રોજગારીની તકો નવી ઊભી થશે તેવો આશાવાદ વ્યક્ત કરૂ છું અને આ તકે કોરોના વાઈરસના જંગ સામે ગુજરાત સરકારના મેડિકલ વિભાગ દ્વારા ઝડપી સારવારને લઈને અનેક લોકોને મોતના મૂખમાંથી બચાવી શક્યા છીએ. તે જ રીતે લોકડાઉન પછી ફરી પાછું ગુજરાત ધમધમતું બને તે માટે આ યોજના પાયાના પથ્થરરૂપ બનશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને હું આ યોજના જાહેર કરવા બદલ અભિનંદન સાથે આભારની લાગણી વ્યક્ત કરૂ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.