Abtak Media Google News

બરોડાના ખ્યાતનામ કલાકાર અપૂર્વ ભટ્ટ તાલિમ આપશે

બાલ ભવન રાજકોટ દ્વારા કાલે સાંજે ૪ થી ૬ વિનામૂલ્યે ‘માઉથ ઓર્ગન માહિતી સેમિનાર’ યોજવામાં આવેલ છે.

આજના યુગમાં સંગિત ક્ષેત્રે માઉથ ઓર્ગન લુપ્ત થતુ જાય છે. તેને જીવંત રાખવા આ તાલિમ રાખવામાં આવેલ છે. જેમાં દરેક ઉંમરની કોઈપણ વ્યકિત જોડાઈ શકશે જે વ્યકિતઓ પાસે માઉથ ઓર્ગન હોય તો સાથે તાલિમમાં લાવવું.

આ માઉથ ઓર્ગન સેમિનારમાં વડોદરાના ખ્યાતનામ માઉથ ઓર્ગન કલાકાર અપૂર્વભાઈ ભટ્ટ તાલિમ આપશે. આ કલાકાર ગુજરાતનાં વિવિધ જગ્યાએ સેમિનાર યોજીને આ લુપ્ત થતા વાદ્ય કલાને પ્રોત્સાહીત કરે છે.

Img 20200215 Wa0130

તે તાલિમમાં વિવિધ જૂના ગીતો વગાડતા હોય ત્યારે શ્રોતા ડોલવા લાગે છે.

માઉથ ઓર્ગન જુના ફિલ્મમાં હિરો વગાડતો ને ગીતો ગાતા ત્યારે લોકો ઝુંમી ઉઠતા હતા.

– એ અપના દિલ તો આવારા- સોલવા સાલ

– કહીન કિસીસે કહીન કહી- કાશ્મીર કી કલી

– યે દોસ્તી હમ નહી છોડે ગે -શોલે

– સોચના કયા જો ભી હોગા દેખા જાયેગા – ઘાયલ

– જાને વાલો જો જરા મુડકે દેખો સહી – દોસ્તી

– ગાડી બુલા રહી હે – દોસ્ત

જેવી વિવિધ ફિલ્મોનાં આ ગીતો ‘માઉથ ઓર્ગન’ ની યાદ અપાવે છે.

સમગ્ર આયોજન રાજકોટના જાણિતા માઉથ ઓર્ગન કલાકાર વિનોદ વ્યાસ સંભાળી રહ્યા છે.

વિનોદ વ્યાસ વર્ષોથી આ વાદ્યની લુપ્ત થતી કલાને વેગ મળે -ચાહના વધે તેવા કાર્યક્રમો કરી રહ્યા છે.

આ સેમીનારમાં જાણીતા માઉથ ઓર્ગન પ્લેયર નરેન્દ્રસિંહ ગોહેલ, રમેશ જાની, ગૌત્તમ ઠાકર, ઓ.પી. નૈયર ફેન કલબનાં એસ.કે. દવે ભૂજનાં જયકુમાર શર્મા, કિબોર્ડ પ્લેયર તેજસ વ્યાસ, તેમજ ઈન્ડિયન નેવીના રીટાયર્ડ સંગીતકાર કૌશલ વ્યાસ સહિતના કલાકારો હાજર રહેશે.જૂના ગીતોનાં શોખીનો માટે ઓર્ગન-કિબોર્ડ ગીટાર-સીતાર-હારમોનિયમ જેવા વિવિધ વાદ્યો ઉપર ઈન્સ્ટુમેન્ટલ જૂના ગીતો સાંભળવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

Img 20200215 Wa0138

ત્યારે લુપ્ત થતું ‘માઉથઓર્ગન’ લોકો વીસરી રહ્યા છે. પણ તેના ચાહકોમાં આજે પણ ફલુટ અને માઉથ ઓર્ગન પ્રથમ પસંદગી છે. ફિલ્મી ગીતોમાં પણ ફલુટ અને માઉથ ઓર્ગન બહુજ મહત્વ અપાયું છે. શોલે ફિલ્મમાં પણ અમિતાભ તેના એકાંત પળોમાં સુંદર ટયુન બજાવતા નજરે પડતા હતા. વિવિધ વાદ્યોનું મહત્વ છે જ પણ માઉથ ઓર્ગન એની જગ્યાએ આજે પણ ગાયક કલાકારો સંગીતકારો પહેલી પસંદ બને છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.