Abtak Media Google News

કચ્છ પાંજરાપોળ, જીવદયા અને ગૌ રક્ષકોની પહેલ

સ્વામી પરમાત્માનંદ સરસ્વતીના હસ્તે ડો.વલ્લભ કથીરીયાનું સન્માન

આત્મીય યુનિવર્સિટી કેમ્પસમાં ૧ ગૌ ચેતના જન જાગરણ સંગોષ્ઠિ તેમજ ડો.વલ્લભભાઇ કથીરીયાનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૌ સેવક,ગૌરક્ષણ પાંજરાપોળ જીવદયા પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉ૫સ્થીત રહ્યા હતા અને આ કાર્યક્રમ માં ડો.ઉપાઘ્યાય, મીતલ ખેતાણી, રમેશભાઇ ઠકકર, ગફારભાઇ (પર્યાવરણ પ્રેમી), બાલાજી વેફર્સ વાળા ચંદુભાઇ અને મુખ્ય મહેમાન પરમાત્માનૅદ સરસ્વતિ સ્વામી ખાસ ઉ૫સ્થિત રહી અને લોકોને પોતાના પ્રવચન દ્વારા લોકોને માર્ગદર્શન આપ્યા હતા. આ કાર્યક્રમની શરુઆત દિપ પ્રગાટયથી કરવામાં આવી હતી. ત્યારબાદ ડો. વલ્લભભાઇ કથીરીયાનું શાલ ઓઢાડી પરમાત્માનંદ સરસ્વતી સ્વામીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીદવયા પ્રેમી અને ગૌશાળા ચલાવનારા લોકો બહોળી સંસ્થામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

ડો. પીનાકીન ઉ૫ાઘ્યાય  એમ.બી.બી.એસ. ૪૫ વર્ષ સુધી જનરલ પ્રેકટીસ અને ૨૦૧૬ થી છોડી દીધું હતું થોડા સમયથી ગીર ગાયના દુધમાંથી દવા બનાવવાનું કાર્ય કરીએ છીએ અને ગૌ સેવા કરવાનું કાર્ય કરીએ છીએ મને ગાયોના દુધ, ગૌમૂત્ર, છાણ જેવી વસ્તુ ને લઇને ઔષધી તૈયાર કરવામાં આવે છે અને આ ઔષધો શીરરના એવા અનેક રોગો મટાડે છે. અને આ દવામાં ગૌ મૂત્ર શકિત આયુર્વદીક ઔષધોનો પણ ઉપયોગ કરવામાં આવે છે માટે ચેતન અને જતન કરવાથી અનેક લાવ્યો મળી શકે છે.

ગફાર કુરેશીએ જણાવ્યું હતું કે તાલાલા ગીર કુરેશી  બાગ એન્ડ નર્સરી વિશ્ર્વ અને હિન્દુસ્તાન ભારતમાં ફરક એટલો છે કે વિશ્ર્વના કોઇ દેશમાં જનેતા  માતા જોવા મળે છે. ભારતની સમૃઘ્ધ ભૂમિ ઉપર એક નથી પરંતુ પાંચ માતા છે જેમાં પહેલા જનેતા માતા ધરતીમાતા, ગાય માતા, પ્રકૃતિ માતા, નદી માતા છે. ગાયોના બચાવ માટે લોકોએ ગર્વરમેન્ટ ઉપર ભાર ન મૂકવો જોઇએ અને નહી કે લોકો ઉપર અનેક ભારત વાસીઓએ આ કાર્યો કરવા જોઇએ. જયારે વ્યકિતગત રીતે ગાયોની સેવા કરવી જોઇએ.

૧૯૦૦થી વધુ ગાયોનો પાલન કરીએ છીએ: રમેશભાઈ ઠકકર

શ્રીજી ગૌશાળા ચલાવનાર રમેશભાઈ ઠકકરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ૧૯૦૦થી વધુ ગાયોનું લાલન-પાલન કરી રહ્યાં છે. તેમની પાસે દેશી અને ગીર ગાયો સાચવે છે. તેમણે કહ્યું હતું કે, આજના યુગને હું કહેવા માંગીશ કે જેટલી બીમારીઓ આપણી લાઈફ સ્ટાઈલ બદલતા આવી છે તેટલી જ તેની સારવાર ગૌમાતા દ્વારા મળતા પ્રોડકટોમાં ઉપલબ્ધ છે. ગૌમાતા એ પશુધન છે અને ખૂબજ જરૂરી છે જેના ગૌમુત્ર અને દૂધ ખૂબજ પવિત્ર માનવામાં આવે છે. સારા સમાજની રચના કરવી હોય તો ગૌમાતાની સુરક્ષા અંગે સભાનતા પણ ખૂબજ જરૂરી છે.

ગૌમાતા ભારતીય સંસ્કૃતિનું પ્રતિક અને કામધેનુ: વલ્લભ કથીરીયા

રાષ્ટ્રીય કામધેન આયોગના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહેલા ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સાત વર્ષથી ગૌ સેવાની જવાબદારી તેઓ સંભાળી રહ્યાં છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે. ગાયો ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે અને સાચા અર્થમાં કામધેનુ છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે જેમાં ખેતી માટે ગૌમાતાનું ખૂબજ મહત્વ રહેલું છે. વિશ્ર્વ કલ્યાણ અને જનહિત માટે ગાયોની મહત્વતા સમજવી ખૂબજ જ‚રી છે. આરોગ્ય માટે જ નહીં પરંતુ કૃષિ, સમાજ અને અર્થતંત્ર માટે પણ ગાયોનો મહત્વનો ફાળો રહેલો છે.

પશુધનની પવિત્રતા જાળવવા લોકોની જાગૃતિ જરૂરી: મીતલ ખેતાણી

મીતલ ખેતાણી એ જણાવ્યું કે નવા વર્ષના પ્રથમ દિવસે ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવો ના પવિત્ર દિવસે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કાયધેનું આયોગની નવરચના થઇ છે. અને તેમના પ્રથમ અઘ્યક્ષ તરીકે આપણા રાજકોટનું ગૌરવ પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ૧૨૬ થી પણ વધુ વાર જેમણે રકતદાન કર્યુ છે અને જેમ ને ગૌ ભકતોમાં છેલ્લા કેટલા સમયથી કાર્યરત છે. અને વલ્લભભાઇ કથીરીયાનું સન્માન અને સૌરાષ્ઠ્ર કચ્છની સમગ્ર પાંજરાપોળ જીવદયા પ્રેમી ગૌ સેવકો ના સ્નેહમીલનનું ભવ્ય આયોજન  આત્મીય કોલેજ ના ઓડીટોરીયમ ખાતે કરવામાં આવ્યું છે. અને સૌને એક અપીલ છે કે આજે પણ હજારોની સંખ્યામાં ગૌ કતલખાને જતી હોય ત્યારે ગાયના પંચગવ્ય તત્વો છે. તેનો સદ ઉપયોગ કરી અને કદાચ વસુકી ગયેલી ગાય હોય અને તેમાંથી પણ અર્થ ઉત્પાદન મળે તો જ ગૌ માતા બચી શકે તેમ છે. આવા પવિત્ર ઇરાદાથી અને ગૌશાળા પાંજરાપોળને પરીચય થાય અને લોકોમાં જાગૃતિ આવે અને ભારત કે જેને સોને કી ચીડીયા સાચા અર્થમાં જે પશુધન કહેવાતું તેમનું નવ નિમાર્ણ થાય તેવા પવિત્ર ઇરાદાથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયોનું જે કતલ થાય છે તેમના માત્ર પૈસા જવાબદાર છે. લોકો ગાયોને કતલખાન લઇ જઇને વહેચતા હોય છે જે મોટી ઉમરની  ગાય છે. તેવી ગાયોને પશુપાલક માત્ર દૂધ આપે તેમના માટે જ ઉછેરતા હોય છે અને આવું ન બને તેવા પ્રયાસો પણ કરી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.