Abtak Media Google News

ભરતી સમયે પાયલોટ-એ.એમ.ટી સ્ટાફ પાસેથી કરાતું ઉઘરાણું

દિવસ-રાત જોયા વગર કામ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓનું જીવીકે કંપની દ્વારા શોષણ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી ફરિયાદ સાથે ગઈકાલે મોરબી જિલ્લાના ૧૦૮ ના કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.

Img 20170719 Wa0021મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ૧૦૮ ના પાયલોટ અને ઈ.એમ.ટી.સ્ટાફ દવરા આજે તેમને પડતી મુશ્કેલી અંગે મુદ્દાસર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે સરકારે ચાલુ વર્ષે નવી ૭૦ એમ્બ્યુલન્સ ફાળવી હોવા છતાં જીવીકે કંપની દ્વારા ૧૦૦ એમ્બ્યુલન્સ ૧૨ કલાક માટે બંધ કરી દીધી છે.અને એમ્બ્યુલન્સનું સમયસર રીપેરીંગ થતું ન હોવાથી સમયસર દર્દી સુધી પહોંચી શકાતું નથી. વધુમાં ૧૦૮ ના સ્ટાફે લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે જીવીકે કંપની ભરતી વખતે પાયલોટ પાસેથી ૧૦૦૦૦ અને ઈએમટી પાસેથી ૧૫૦૦૦ રૂપિયા પડાવે છે અને જરૂરિયાત મુજબ સરકારી નિયમો અનુસાર રજા આપતી નથી જો ક્યારેક સારા માઠા પ્રસંગે રાજા રાખવામાં આવે તો કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરી નાખે છે અને બદલી કરવામાં પણ પૈસા લેવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

વધુમાં ૧૦૮ના કર્મચારીઓ દવરા તેમની અર્ધકુશળ કર્મચારી તરીકે ગણી વર્ગ-૩ મુજબ પગાર ધોરણ આપવા મને હાલમાં ૮ કલાક ને બદલે ૨૪ કલાક અને ક્યારેક તો ૩૬ કલાક સુધી નોકરી કરાવવામાં આવતી હોય નિયમ પ્રમાણે નોકરી કરાવવા માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ૨૦૦૭ થી ૧૦૮ એમ્બ્યુલન્સ રાખવા માટે શેડ અને સ્ટાફ માટે રૂમની સુવિધા આપવાનું નક્કી થયું હોવા છતાં કોઈ સુવિધા ન અપાતા હાલમાં મહિલા કર્મચારીઓને વોશરૂમ જવામાં પણ તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું

આશ્ચર્યની બાબત તો એ છે કે જીવીકે કંપની સરકારી મોબાઈલ બીલના નાણાં અને એમબ્યુલન્સમાં આવતા નાના-મોટા ખર્ચના પૈસા સ્ટાફના પગારમાંથી કાપી લેતી હોવાથી કર્મચારીઓ દ્વારા હવે શોષણ બંધ કરાવવા સરકાર સમક્ષ ધા નાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.