સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગૂરૂ શ્રી શ્રી રવિશંકર મહારાજ

શ્રી સોમનાથ મંદિરે પહોચતા શ્રી શ્રી રવિશંકરનુ પુષ્પહારથી સ્વાગત જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કરેલ. શ્રીશ્રી રવિશંકરએ સોમનાથ મહાદેવની તત્કાલ મહાપૂજા કરેલ હતી જે પૂજાચાર્ય શ્રી ધનંજયભાઇ દવે સહિત પુજારીશ્રીઓ દ્વારા સંપન્ન કરાવવામાં આવેલ. સોમનાથ મહાદેવના સાનિધ્યે તેઓનુ રૂદ્રાક્ષ માળા પહેરાવી સન્માન કરેલ, જનરલ મેનજર શ્રી દ્વારા સોમનાથ મહાદેવની ફોટોફ્રેમ આપી સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ભક્તસમુદાય પણ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

Loading...