ગુરૂ હે ગંગા જ્ઞાન કી કરે અજ્ઞાનતા નાશ

ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યની અનોખો પવિત્ર આદાન પ્રદાનનો ગુરુ પ્રત્યે ઋણ ચૂકવવાનો દિવસ આ દિવસે ગુરૂની પુજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવામાં આવે છે. પ્રાચીન સમયમાં જયારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં ની:શુલ્ક શિક્ષા મેળવતા હતા. ત્યારે આ દિવસે શિષ્ય શ્રધ્ધા ભાવથી પ્રેશ્રિત થઇને પોતાના ગુરુનું પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય-ધન્ય થઇ જતો હતો. આમ તો ઘણા ગુરુ થાય છે, પરંતુ વ્યાસ, ઋષિ, જે ચારો વેદોના પ્રથમ વ્યાખ્યાતા હતા તેમની આજના દિવસે પુજા થાય છે. વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી જ છે. તેથી તે આદિ ગુરુ કહેવાય છે. અને માટે જ ગુરુ પુર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કેહવવામાં આવે છે.

મર્યાદા પુરષોતમ રામ પોતાના શિક્ષાગુરુ શિક્ષાગુરુ વિશ્ર્વમિત્રની પાસે બહુ સંયમ, વિનય અને વિવેકથી રહેતા હતા. એકલવ્યએ દ્રોણાચાર્યને ગુરુ માની લીધા હતા. જયારે દ્રોણાચાર્યએ તેમને શિક્ષા આપવાની નાં પાડી ત્યારે તેને તેમની માટીની મૂર્તિ બનાવીને સાચી શ્રાધ્ધાથી શિક્ષા ગ્રહણ કરીતો તેઓ  ધનુરવિદ્યામાં નિપૂર્ણ થઇ ગયા.

આવા તો ધણા ગુરુ ભકતો હતા. જેમણે પોતાના ગુરુની સેવામાં જ સાચું સુખ જાણ્યું અને તેઓ ગુરુના આશીર્વાદથી અમર થઇ ગયા.

ગુરૂ પૂર્ણીમાંનાં દિવસે આ કાર્ય કરવાથી મળશે વધારે પુણ્ય

ગુરુ પૂર્ણીમાં વર્ષા ઋતુની શરૂઆતમાં જ આવે છે. હિંદુ ધર્મમાં ગુરુ પુર્ણીમાંનાં દિવસે લોકોએ લાભકારી મહત્વના કર્યો કરવાં જોઇએ. ભોજનમાં કેસરનો પ્રયોગ કરો અને સ્નાન પછી નાભી અને માથા પર કેસરનો તિલક લગાવો. ગુરુ પુર્ણીમાંનાં દિવસે સ્નાનનાં જળમાં પવિત્ર નાગર વનસ્પતિ નાખીને સ્નાન કરો. પીળા રંગના ફૂલના છોડ તમામ ઘરમાં લગાવો અને પીળા રંગ ભેટ આપો.  કેળાના બે છોડ વિષ્યુ ભગવાનના મંદિરમાં લગાવો.

ગુરુ પૂર્ણિમાના દિવસે આખા મગ મંદિરમાં દાન કરો અને નાની ક્ધયાના ચરણ સ્પર્શ કરી તેના તેમના આશીર્વાદ મેળવવા અને સાધુ સંતોનું અપમાન નહી કરવું.

Loading...