ગુણવંત ચુડાસમાનાં કોમેડી સોન્ગ ‘બંધ બેહતી પાઘડી પેરી લેતા નહીં’ની યુ ટ્યુબ પર ધૂમ

હાસ્ય અને વ્યંગથી ભરપૂર ગીતને કલાકારો – દર્શકોનો બહોળો પ્રતિસાદ

હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા દિવાળીનાં પર્વો પર લોકોને હળવાફૂલ કરવા કોમેડી સોન્ગ લઇને આવ્યા છે, શબદ ક્રિએશન અને કેવી  ઇવેન્ટના સથવારે કોમેડી સોન્ગ ’ બંધ બેહતી પાઘડી પેરી લેતા નહીં ’  યુટ્યુબ ચેનલ પર રજૂ થયું છે, ગીતને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે !

સાવ દેશી ઠાઠ અને જરાક પદારથ પાઠ સાથેના આ કોમેડી સોન્ગને પ્રકાશ પરમારે લખ્યું છે તથા પ્રિત ગોસ્વામી અને ચંદ્રેશ ગઢવીએ ડિરેક્ટ કર્યુ છે, ગીતનું રેકોર્ડીંગ અને મીક્સીંગ નીલકંઠ સ્ટુડિયોમાં થયું છે. આ ગીતને પ્રોડ્યુસ રાજકોટના જાણીતા વલ્લભબાપુ ગોસ્વામી તથા ગુણવંત ચુડાસમાએ કર્યુ છે. એકીસાથે બે યુટ્યુબ ચેનલ ‘Gunvant Chudasama official’ તથા ’ KV film  event પર રજૂ થયેલ આ ગીતને દિગ્ગજ કલાકારો માયાભાઇ આહિર, ધીરૂભાઇ સરવૈયા, જગદિશ ત્રિવેદી અને સાંઇરામ દવેએ આ નવતર પ્રયોગને વખાણ્યો અને વધાવ્યો છે.

Loading...