Abtak Media Google News

શેમળામાં ૨૫ વર્ષ પહેલાં થયેલા ડબલ મર્ડરનો બદલો લેવા પાઇપથી હુમલો કરી ઢીમઢાળી દીધું

માતાજીના દર્શન કરી પરત આવતા વૃધ્ધનો પીછો કરી પાંચેય શખ્સોએ હુમલો કરતા સાથે રહેલાં બે ભત્રીજા જીવ બચાવી ભાગી ગયા

રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલા ભ‚ડી ગામના પાટીયા પાસે ૨૫ વર્ષ પહેલાં શેમળા ગામે થયેલા ડબલ મર્ડરનો બદલો લેવા ભરવાડ વૃધ્ધ પર પાંચ શખ્સોએ પાઇપ અને કેરીયરથી હુમલો કરી ઢીમઢાળી દેતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા પાંચેય શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના શેમળા ગામના વતની અને સરધાર નજીક બાડપર ગામે રહેતા કાળાભાઇ હીરાભાઇ સરસીયા નામના ભરવાડ વૃધ્ધની ભ‚ડી ગામના પાટીયા પાસે શેમળા ગામના ભગા દેવા પડસારીયા, રઘુ રતા પડસારીયા, લાલજી રતા પડસારીયા, બાબુ ઉર્ફે બાવલો ખેંગાર પડસરીયા અને યોગેશે ઉર્ફે ભૂપત હમીર પડસરીયા નામના શખ્સોએ પાઇપ અને દુધના કેનનું કેરીયર મારી હત્યા કર્યાની ગોંડલ તાલુકા પોલીસમાં મૃતક કાળાભાઇના પુત્ર સંભા ઉર્ફે અજય સરસીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એ.વી.જાડેજા સહિતના સ્ટાફે પાંચેયની ધરપકડ કરી છે.

શેમળા ગામના પડસારીયા અને સરસીયા પરિવાર મામા-ફઇના ભાઇઓ થતા હોય અને ૧૯૯૩માં બંને પરિવાર વચ્ચે ઝઘડો થતા કાળાભાઇ સરસીયાના પરિવારના નવ શખ્સોએ શેમળા ગામમાં પડસારીયા પરિવારના દેવા અને રતાની હત્યા કરતા નવેય શખ્સોની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

૧૯૯૮માં કાળાભાઇ સરસીયા સહિત નવેય શખ્સો સામેના હત્યા કેસની સુનાવણી પુરી થતા નિર્દોષ છુટતા સરસીયા પરિવારના નવેય શખ્સો શેમળા છોડી બીજે રહેવા જતા રહ્યા હતા. કાળાભાઇ સરસીયા પોતાના પરિવાર સાથે સરધારના બાડપર ગામે રહેવા જતા રહ્યા હતા.

કાળાભાઇ હીરાભાઇ સરસીયા ગઇકાલે પોતાના ભત્રીજા વેરશી અને એક નવ વર્ષના ભત્રીજા સાથે બુલેટ લઇને મહિકા ગામે માતાજીના દર્શન કરીને પરત આવી રહ્યા હોવાની પડસારીયા પરિવારના ભગા દેવા, રઘુ રતા, લાલજી રતા, બાબુ ઉર્ફે બાવલો અને યોગેશ ઉર્ફે ભૂપતને જાણ થતા પાંચય શખ્સો દેવા પડસારીયા અને રતા પડસારીયાની થયેલી હત્યાનો બદલો લેવા બાઇક પર પીછો કર્યો હતો.

કાળાભાઇ સરસીયાને પોતાની હત્યા માટે પાંચેય શખ્સો પીછો કરતા હોવાની જાણ થતા પોતાના બુલેટની સ્પ્રીડ વધારી ભ‚ડી નજીક હોટલમાં ઘુસી ગયા હતા. પીછો કરી રહેલાં પાંચેય શખ્સોએ કાળાભાઇ સરસીયા પર પાઇપ અને દુધના કેનના કેરીયરથી હુમલો કરતા તેની સાથે રહેલાં કાળાભાઇ સરસીયાના બંને ભત્રીજા ભાગી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા કાળાભાઇ સરસીયાનું મોત નીપજતા હોટલ સંચાલકોએ શેમળાના પાંચેય ભરવાડ શખ્સોને પકડી ગોંડલ તાલુકા પોલીસ હવાલે કર્યા હતા. ગોંડલ તાલુકા પોલીસે કાળાભાઇ સરસીયાના પોસ્ટમોર્ટમ માટે લાશને રાજકોટ હોસ્પિટલમાં ખસેડી પાંચેય શખ્સોની પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.